શહેરા તાલુકાની સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનાર આરોપી શિક્ષકને 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારતી કોર્ટ

શહેરા તાલુકાની એક ગામની સગીરાને ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચરવાના જુનાના આરોપીને ઝડપી પાડવામાંં આવ્યો હતો. આ કેસ ચોથા એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં સરકારી મદદનિશ વકીલની દલીલોને ધ્યાને લઈ આરોપી શિક્ષકને 20 વર્ષની સજા અને દંડ ફટકારવામાંં આવ્યો.

શહેરા તાલુકાના એક ગામની સગીરાને સપ્ટેમ્બર-2022ના વર્ષમાં આરોપી શિક્ષક નિમેષભાઇ મોતીભાઇ પટેલ (રહે. સંસ્કારનગરી, ગોધરા. મૂળ. રહે. મલેકપુર, તા.કડાણા) સગીરાને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવા માટે સગીરાને ભગાડી લઈ ગયેલ હતો. આ બાબતે શહેરા પોલીસ મથકે ઈ.પી.કો. કલમ-363,366 તથા પોકસો અધિનિયમ-2012 કલમ-12 તથા એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ નોંંધાઈ હતી. પોલીસે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલીસે કોર્ટમાંં ચાર્જશીટ કરેલ હતી. આ કેસ પંંચમહાલ સ્પે.જજ તથા ચોથા એડી.સેશન્સ જજ આર.જે.પટેલની કોર્ટમાં ચાલી જતાં રેકર્ડ ઉપર આવેલ પુરાવાને ધ્યાને લઈ સરકારી મદદનીશ વકીલ આર.એમ.ગોહિલએ વિગતવાર દલીલો કરેલી દલીલો સાંભળ્યા બાદ આરોપી શિક્ષક નિમેષભાઇ મોતીભાઇ પટેલને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા 30,000/-રૂપીયાનો દંંડ ફટકારવામાં આવ્યો છે.