શહેરા,શહેરા તાલુકાના બોરીયાવી ગામની સડક યોજનામાં ખેડુતોની જમીન અવેજમાં મળનારી વળતર રકમમાં ખેડુતો સાથે છેતરપિંડી કરનાર આરોપી વકીલ અને સાગરીતો દ્વારા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકવામાં આવી હતી. તે જામીન અરજીની સુનાવણી હાથ ધરતા કોર્ટ દ્વારા જામીન અરજી નામંજુર કરવામાં આવી.
શહેરા તાલુકાના બોરીયાવી ગામની સડક યોજનામાં ફરિયાદી તથા અન્યોની જમીન સડક યોજનામાં લેવામાં આવી હતી. જમીનમાં વળતરના રૂપીયા સરકાર તરફ મળવાપાત્ર રકમ 2023ના વર્ષમાં મંજુર થયેલ તે વળતરના રૂપીયા બાબતે ફરિયાદીના ગામના બાબુભાઇ વાલાભાઇ પરમાર કરતા હોય અને વળતરનું કામ સોંપેલ હોય ગોધરાના વકીલ દિનેશભાઇ પઢીયારને મળતા તમામના બેંક ખાતા ખોલાવેલ હતા. આરોપીઓ બાબુભાઇ વાલાભાઇ ચમાર, પટેલ મનોજ ભુપેન્દ્રકુમાર, દિનેશભાઇ ધનજીભાઇ પઢીયાર ખેડુતોના વળતરના રૂપીયા ચાંઉ કરી જતાંં આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીઓને અટકાયત કરાઈ હતી. હાલ આરોપીઓ જયુડિશીયલ કસ્ટડીમાં હોય તેવા આરોપી દ્વારા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકવામાં આવી હતી. તે જામીન અરજી જીલ્લા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ સી.કે.ચૌહાણની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીઓની જામીન અરજી નામંજુર કરવામાં આવી.