શહેરાના ભુરખલ ગામે ખેડુતની ખેતર જમીન વરંડો બાંધવવા પાયો ખોદવાની બાબતે ઈસમો ઝગડો કરી ખેડુતને જાતિઅપાનિત કરતાં ફરિયાદ

શહેરા તાલુકાના ભુરખલ ગામના ખેડૂતની ખેતરની જમીન પર બે ઇસમો દ્વારા પાકો વરંડો બનાવવા પાયો ખોદેલ હોય તે બાબતે ખેડૂત કહેવા જતા ઝગડો કર્યો હતો. ખેડૂત સાથે બે ઈસમો દ્વારા ઝઘડો કરીને જાતિ વિષયક અપમાનિત શબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

શહેરા તાલુકાના ભુરખલ ગામના રાઠવા ફળિયામાં રહેતા રાજેશ રાઠવા ખેડૂત હોવા સાથે મજૂરી કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. જ્યારે તેમના ડેરી પાસે આવેલા ખેતરમાં પાકો વરંડો બનાવવા પાયો ખોદેલ હોવાની જાણ થતા ખેતરમાં પહોંચ્યા હતા. ખેડૂત રાજેશ રાઠવા એ સિંધાભાઈ રામાભાઇ ભરવાડ ને કહ્યું કે મારા ખેતરમાં વરંડોના પાયો કેમ ખોધો છો એમ કહેતા બોલાચાલી શરૂ થઈ હતી.જ્યારે સિંધા ભરવાડ અને અંકેશ ભરવાડ એ ભેગા મળીને ખેડૂત સાથે ઝઘડો કરીને જાતિ વિષયક અપમાનિત શબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર બનેલા બનાવને લઈને ખેડૂત અને તેનો પરિવાર ભારે ચિંતિત થવા સાથે પોલીસ મથક ખાતે દોડી આવ્યો હતો.

સમગ્ર બનેલા બનાવની હકીકત ખેડૂતે પોલીસને જણાવતા પોલિસે સિંધા ભાઈ રામાભાઇ ભરવાડ અને અંકેશ સિંધા ભરવાડ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહીતાની કલમ 173 હેઠળ ગુનો નોંધીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. જોકે ખેડૂત સાથે થયેલ ઝઘડાને લઈને આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા જીલ્લા પોલીસ વડાને પણ આ ઉપરોક્ત બાબતને લઈને રજૂઆત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ હતું. પોલીસ દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી હોય ત્યારે બે આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોય એમ કહીએ તો નવાઈ નહી.