શહેરા ભાજપ કાર્યાલય ખાતે ર્ડા.શ્યામાપ્રસાદ મુકરજીની જન્મ જયંતિ નિમિતે કાર્યક્રમ યોજયો

શહેરા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા ભાજપ પ્રમુખ મગન પટેલ યાની વિશેષ ઉપસ્થિતિમાં ડો.શ્યામા પ્રસાદ મુર્ખર્જીની જન્મજયંતી નિમિત્તે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

શહેરા ભાજપ કાર્યાલય ખાતે અખિલ ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તાલુકા ભાજપ પ્રમુખ મગન પટેલિયા, ભાજપ અગ્રણી હાજાભાઈ ચારણ અને તાલુકા ભાજપ મહામંત્રી સંજય બારીયા, કિરીટ બારીયા તેમજ ઉપસ્થિત ભાજપના પદાધિકારીઓ,હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલીયા, જીવાભાઇ વણકર, મહામંત્રી સંજય બારીઆ તેમજ નટુભાઈ રાઠોડ, કોષાધ્યક્ષ હાજાભાઈ ચારણ, તાલુકા યુવા મોર્ચા પ્રમુખ કિરીટ બારીઆ તેમજ સરપંચો સહિત ભાજપના પદાધિકારીઓ,હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.