શહેરા તાલુકાના બાહી ગામ ખાતે આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંક શાખા દ્વારા પ્રધાનમંત્રી જીવન વીમા યોજના નો લાભ એક પરીવારને મળ્યો હતો. બેંક ના બ્રાન્ચ મેનેજર ના હસ્તે મુતક ના પરીવારને રૂપિયા બે લાખનો ચેક આપવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા લોકોને સહાયરૂપ બની રહે તે માટે પ્રધાનમંત્રી જીવનવીમા યોજના અમલી બનાવામા આવી હતી. શહેરા તાલુકા માં આવેલી બેંકો દ્વારા ખાતેદારોનેઆ યોજનાનો વધુ લાભ લેવા અનુરોધ કરવામા આવ્યો હતો.ત્યારે તાલુકાના બાહી ખાતે આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેકના ખાતેદારોઓ પ્રધાનમંત્રીજીવનવીમા યોજનાનો લાભ લીધો હતો જેમા એક પરીવારને આનો લાભ મળ્યો છે. આ બેંકના ખાતેધારક મોહન ભાઈ નાયકનુ અવસાન થતા જરૂરી કાર્યવાહી હાથધરી ને રૂપિયા 2 લાખ નો ચેક બેંક ના મેનેજર ના હસ્તે લાભાર્થી નાયક મુકેશભાઈને આપવામા આવ્યો હતો. પ્રધાનમંત્રી જીવનવીમા યોજના ગ્રામીણ ખાતેદારો માટે આર્શિવાદ રૂપ સમાન બનવા સાથે એક ગરીબ પરીવારને મદદરૂપ થવા પામી હતી.