
શહેરા,
શહેરામાં કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે તાલુકા વહીવટી તંત્ર કમર કસી રહયુ છે. રવિવારના રોજ નગર વિસ્તારમાં આવેલ બજારોમાં સંપૂર્ણ બંધ રહયા હતા. જ્યારે માસ્ક ફ્રેશ ઉપર નહી પહેરીને બહાર નીકળેલ ને નગર પાલિકા ની ટીમ એ ૧,૦૦૦ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવ્યો હતો.

શહેરા નગર પાલિકા એ કોરોના નું સંક્રમણ ઘટે તે માટે વહેપારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વેપારીઓએ પોતાની મરજીથી રવિવારના રોજ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. રવિવાર ના રોજ બસ સ્ટેશન,સિંધી ચોકડી, મેઇન બજાર સહિત અન્ય વિસ્તારના બજારો સવારથી સંપૂર્ણ બંધ જોવા મળ્યા હતા. જ્યારે નગર વિસ્તારમા નગર પાલિકાના એન્જિનિયર જીગ્નેશ ભાઈ શાહ, સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ અને શોપ ઇન્સ્પેકટર જીતેન્દ્ર જોષી, મનુભાઈ સોલંકી, મહેશ સોલંકી સહિતની અલગ અલગ ટીમ નગરના વિવિધ વિસ્તારમાં નીકળી ને કોવિડ ૧૯ ના નિયમો નુ પાલન કરવા માટે નગરજનો ને અપીલ કરી હતી. સાથે માસ્ક ફ્રેશ ઉપર નહી પહેરીને બહાર નીકળેલ ને રૂપિયા ૧,૦૦૦ સુધી નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. દિવસ દરમિયાન નગર વિસ્તારના તમામ દુકાનો સંપૂર્ણ બંધ જોવા મળતા રસ્તાઓ સુમસામ નજરે પડ્યા હતા. નગર પાલિકાના એન્જિનિયર જીગ્નેશભાઈ શાહે જણાવ્યુ હતુ કે કોરોનાનું સંક્રમણ ઘટે નહી ત્યાં સુધી આવનાર દરેક રવિવાર ના રોજ નગર વિસ્તારમાં આવેલ તમામ બજારો બંધ રાખવામાં આવશે જો કોઈ દુકાનદાર દુકાન ખોલશે તો તેમને દંડ વસૂલવા સાથે ની નિયમાનુસાર ની કાર્યવાહી કરવા આવનાર છે. નગર પાલિકા દ્વારા રવિવારના રોજ દુકાનો બંધ રાખવાના નિર્ણયને વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી ને પાલિકાને સહકાર આપ્યો હતો. સાથે નગરજનો એ ઘર મા રહીને દિવસ પસાર કર્યો હતો.
રિપોર્ટર : તુષાર દરજી