ગોધરા,શહેરા તાલુકાના બાહી ગામમાં 15 વર્ષિય કિશોર ઉપર દિપડાએ હુમલો કરતા કિશોર ગંભીર રીતે ધવાયો હતો. કિશોર ઢોર ચરાવવા ખેતર તરફ ગયો હતો. જયાં દિપડાએ અચાનક હુમલો કર્યો હતો. જેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરા તાલુકાના બાહી ગામમાં રહેતા 15 વર્ષિય કિશોર દેવલભાઈ કિનેજભાઈ ડામોર કે જે પોતાના ઢોર ચરાવવા ખેતર તરફ ગયો હતો. ત્યારે અચાનક જ દિપડાએ હુમલો કર્યો હતો. જે હુમલામાં કિશોર ગંભીર રીતે ધવાયો હતો. દિપડાના હુમલાના પગલે કિશોરે બુમાબુમ કરતા સ્થાનિક લોકો અને સ્વજનો ભેગા થઈ ગયા હતા. ત્યારે કિશોરને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેની સારવાર હાથ ધરાઈ હતી.