શહેરાના બાહી ગ્રામ પંચાયતના વોર્ડ નં.૭માંં દબાણ દુર ન થતાં અરજદારે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારાઈ

શહેરા,
શહેરાના બાહી ગ્રામ પંચાયતના સભ્ય એ પોતાના વોર્ડ નંબર -૭ માં રસ્તા સહિતનુ દબાણ દ્દુર કરવા બાબતે રાજ્યના મુખ્ય મંત્રી થી લઈને જિલ્લા કલેકટર સુધી રજૂઆત કરી હતી. ગ્રામ પંચાયત સભ્યની રજૂઆત બાદ દબાણ દૂર નહીં થયેલ હોવાનુ લાગતા ૨૫/૩/૨૧ ના રોજ ગ્રામ પંચાયત કચેરી પાસે આત્મવિલોપન કરનાર છે.

શહેરા તાલુકાના બાહી ગામની ગ્રામ પંચાયતમા પરમાર કમલેશ શનાભાઈ વોર્ડ નંબર-૭ના સભ્ય છે. ગ્રામ પંચાયતના સભ્ય કમલેશભાઈ એ પોતાના વોર્ડ નંબર સાતમાં થયેલા રસ્તા સહિતના દબાણ દૂર કરવા માટે તાલુકાથી લઈને જિલ્લા કલેકટર સુધી રજૂઆત કરી હતી. તેમ છતાં તેઓ ને ન્યાય નહીં મળે તેવું લાગતા આખરે રાજ્યના મુખ્યમંત્રી ને પણ આ દબાણ બાબતે રજૂઆત કરી હતી. ગ્રામ પંચાયત સભ્ય પરમાર કમલેશે ટેકરા ફળિયામાં રસ્તા સહિતના દબાણો દૂર ના થતા હોવાને લઈને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. પંચાયત સભ્ય ૨૫/૩/૨૧ ને ગુરૂવારના રોજ બાહી ગ્રામ પંચાયત કચેરી ખાતે આત્મવિલોપન કરે તે પહેલા સબંધિત તંત્ર તેમજ તાલુકા વિકાસ અધિકારી આ ગામમાં આવેલ વોર્ડ નંબર-૭ ની મુલાકાત લઈને નિષ્પક્ષ તપાસ કરવા સાથે જરૂરી કાર્યવાહી હાથધરીને દબાણ હોય તો દૂર કરવામાં આવે જેથી રસ્તાઓ પણ પહોળા થાય તેમ છે. હાલ તો ગ્રામ પંચાયત સભ્ય કમલેશ પરમાર દબાણ બાબતે આત્મવિલોપન કરનાર હોવાનું ગામમાં વાત વાયુવેગે પ્રસરી જતા ચર્ચાનો મુદ્દો બની જવા પામ્યો છે.

સંગીતા બેન, ગ્રામ પંચાયત તલાટી ….

હું ગ્રામ પંચાયત ના સભ્યની રજૂઆતને લઈને મુલાકાત તે વોર્ડ ની લેવાની છું. દબાણ હશે તો દૂર કરવા માટે ની જરૂરી કાર્યવાહી કરવામા આવશે..