શહેરાના ગુણેલી ગામેથી 3.56 લાખના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઈસમને ઝડપી પાડવામાં આવ્યો

શહેરા,શહેરા તાલુકાના ગુણેલી ગામે રહેતા ઈસમે પોતાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંંતાડી રાખેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી કિંમત 3,59,160/-રૂપીયાનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો.,

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના ગુણેલી ગામે રહેતા પ્રવિણભાઇ સુરેન્દ્રભાઇ બારીયાના ધરમાં લુણાવાડાના આંટાના મુવાડા ગામે રહેતા અશ્ર્વિનભાઇ બાબુભાઇ બારીયાએ ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવીને સંતાડી રાખેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ધર માંથી કિંમત 3,59,160/-રૂપીયાના મુદ્દામાલ સાથે આરોપી પ્રવિણભાઇ બારીયાને ઝડપી પાડી. આ બાબતે શહેરા પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો. જ્યારે દારૂનો જથ્થો મંગાવી સંતાડી રાખનાર અશ્ર્વિનભાઇ બાબુભાઇ બારીયાને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.