શહેરા નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં હાઇવેને અડીને આવેલી ગટોરોમાં કચરો જોવા મળતો હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા ગટરની સાફ સફાઈ તાત્કાલિક કરવામાં આવે તે જરૂરી છે. પસાર થતા હાઈવે અને શાન્તા કુંજ સોસાયટીમાં દર ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય તેમ છતાં તંત્ર દ્વારા ગંભીરતા લેવામાં આવી જોઈએ તે હજુ સુધી લેવામાં આવી નથી.
શહેરા નગરના અણિયાદ ચોકડી વિસ્તારમાં દર ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય ત્યારે સંબંધીત તંત્ર દ્વારા અહીં ગટરની નિયમિત સફાઈ કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી બની રહ્યું છે. ગટરના અમુક કટઆઉટ પુરાઈ ગયા હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ થાય એ માટેની વ્યવસ્થા હાલમાં કરી દેવામાં આવે તો વરસાદી પાણી ભરાવાની સમસ્યા માં થોડી ઘણી રાહત મળે તેમ છે. વરસાદી પાણીના નિકાલ માટેની ગટરમાં હાલ પણ કચરો જોવા મળતો હોય ત્યારે પ્રિ મોન્સુન કામગીરીના ભાગરૂપે તંત્ર દ્વારા આ ગટરની સાફ-સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી જોઈએ જેથી જ્યારે પણ વધારે વરસાદ પડે તો વરસાદી પાણીનો નિકાલ ઝડપી થઈ શકે તો નવાઈ નહીં, ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય ત્યારે ગમે ત્યારે વધારે વરસાદ પડે ત્યારે અણીયાદ ચોકડી વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે હાઇવે ઉપરથી પસાર થતા વાહન ચાલકોને અને હાઇવે અડીને આવેલી શાન્તા કુંજ સોસાયટીના રહીશોને ભારે હાલાકી વેઠવી પડતી હોય તેમ છતાં સંબંધિત તંત્ર અને ટોલ ટેક્ષ વસૂલતી કલ્યાણ કંપની દ્વારા આ ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લેવામાં આવે તે પણ અત્યંત જરૂરી છે. જે રીતેની અહીં પરિસ્થિતિ જોવા મળતી હોય એને જોતા આ વખતે અહી મેઘો મન ભરીને વરસે તો હાઈવે અડીને આવેલી શાન્તા કુંજ સોસાયટીમાં વધારે પાણી ભરાઈ જવાની શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.