શહેરા અણીયાદ ચોકડી પાસે કારમાંથી 34 હજારના ઈંગ્લીશ દારૂ સાથે બે ઈસમ ઝડપાયા

શહેરા, શહેરાના અણીયાદ ચોકડી હાઈવે રોડ ઉપર પોલીસના વાહન ચેકિંગ દરમિયાન ફોર વ્હિલ કારને રોકી ચેકિંગ કરવામાં આવતા કારમાંથી ઈંગ્લીશ દારૂ કિ.રૂ.34,560/-મોબાઈલ ફોન અને કાર મળી કુલ રૂ.1,89,560/-ના મુદ્દામાલ સહિત બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરાના અણીયાદ ચોકડી લુણાવાડા-ગોધરા રોડ ઉપર પોલીસ વાહન ચેકિંગમાં હોય દરમિયાન ફોર વ્હિલ ગાડી નં.જીજે-06-પીઈ-1734ને રોકી ચેકિંગ કરવામાં આવતા કારમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની કાચની બોટલો નંગ-336 કિ.રૂ.34,560/-અને મોબાઈલ ફોન અને કાર મળી કુલ રૂ.1,89,560/-ના મુદ્દામાલ સાથે આરોપી નરેન્દ્રકુમાર હિંમતસિંહ ચોૈહાણ (રહે.લાભી, શહેરા)અને કેશવકુમાર ફતેસિંહ પગી(રહે.ગુણેલી, શહેરા)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બાબતે શહેરા પોલીસ મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.