શહેરા,શહેરા અણીયાદ ચોકડી પાસે પસાર થતા હાઇવે ઉપર અજાણ્યા વાહન ચાલકે ગાયને અડફેટમાં લેતા પગમાં ઈજા થવા પામી હતી. ગાયને બે પગમાં લોહી નીકળતા ત્યાંથી પસાર થતા પશુ પ્રેમીઓ એકત્રિત થઈને ગાયની સારવાર થાય એ માટે પશુ ડોક્ટરને જાણકરી હતી.
પંચમહાલના શહેરામાં પસાર થતા દિલ્હી બોમ્બે હાઈવે ઉપર કોઈ વાહન ચાલકે પશુને અડફેટમાં લેતા ગંભીર રીતે પગમાં ઈજા થવા પામી હતી. ગાયને બે પગમાં લોહી નીકળતા ત્યાંથી પસાર થતા પશુ પ્રેમીઓ એકત્રિત થઈને ગાયની સારવાર થાય એ માટે પશુ ડોક્ટરને જાણકરી હતી. સ્થળ પર પશુની સારવાર કરવામાં આવવા સાથે પશુ પ્રેમીઓએ પોતાની ફરજ બજાવી હોય એમ કહી એ તો નવાઈ નહિ, જ્યારે ગાયને અડફેટ માં લીધા બાદ વાહન ચાલક વાહન લઇને નાસી ગયો હતો. જોકે, વાહનોથી ધમધમતા હાઇવે ઉપર પશુઓનો અંડીગો જોવા મળતો હોય ત્યારે સબંધિત તંત્ર દ્વારા પશુ માલિક સામે અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવે તો હાલ જે ઘટના બની એવી ઘટના બનતી ઓછી થાય એવી શક્યતા પણ જોવા મળી રહી હોય ત્યારે પાલિકા સહિતનું તંત્ર ક્યારે આ સામે અસરકારક કાર્યવાહી કરશે. એતો જોવું જ બની રહ્યું છે.