શહેરા અને મોરવા(હ) તાલુકાના કન્યા કેળવણી મહોત્સવનો શુભારંભ કરાવ્યો

શહેરા, શહેરા અને મોરવા હડફ તાલુકામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2023નો શુભારંભ હતો. જ્યારે રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે ખાનપુર પ્રાથમિક શાળા ખાતેથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મંત્રી અને મહાનુભાવોના વરદ્દ હસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા હતા.

શહેરા અને મોરવા હડફ તાલુકામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2023નો શુભારંભ થયો છે. આ શ્રેણીમાં પંચમહાલ જીલ્લામાં 152 રૂટો પર વિવિધ મહાનુભાવો દ્વારા આંગણવાડી, બાલવાટિકા અને શાળાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મોરવા હડફ તાલુકાની ખાનપુર પ્રાથમિક શાળા ખાતેથી પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ અને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવા સાથે બાલવાટિકામાં 34 અને ધોરણ-1 માં 12 ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ અને મહાનુભાવોના વરદ્દહસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા હતા. શાળા પ્રવેશોત્સવ-2023ના શુભારંભ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઇ ખાબડએ ભૂલકાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે,દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે તાત્કાલિક મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં શરૂ કરાવેલ ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ થકી આજે એક ઉત્સવના ભાગરૂપે આ મહોત્સવ ઉજવાય છે. કોઈ બાળક શિક્ષણથી વંચિત ના રહે તથા નવી શિક્ષણ નીતિનો અમલ થઈ રહ્યો છે. વર્ષ 2009માં સરકારએ ગુણોત્સવનો પ્રારંભ કરાવ્યો તથા બાળકના અભ્યાસનું મૂલ્યાંકન કરવાની પણ શરૂઆત કરાવી હતી. આજે શાળાઓમાં ડિજીટલ માળખાની સુવિધાઓ, સ્માર્ટ ક્લાસ, લેબ, રમતગમતનું મેદાન, મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ વગેરે સુવિધાઓ થકી શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળાના મેદાનમાં મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને એસ.એમ.સી. કમિટીની બેઠક યોજીને જરૂરી સૂચનો કર્યા હતા. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વખતે ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય સહિત એસ.એમ.સી. સમિતિના સભ્યો, ગ્રામજનો અને શાળાના ભૂલકાંઓ ઉપસ્થિત રહ્યા હતા.