શહેરા અને મોરવા(હ) સહિત જીલ્લામાં દશાર્માંના વ્રતને લઈ ભકિતમાં લીન

શહેરા, શહેરા અને મોરવા હડફ સહીત સમગ્ર જીલ્લામાં દશાર્માંના વ્રતને લઈને માતાજીના ભક્તો ભક્તિમાં લીન થઈ ગયા છે. ભજન કીર્તનની રમઝટ સાથે માંઈ ભક્તો ગરબે પણ ગુમતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતુ.

શહેરા અને મોરવા હડફ સહિત સમગ્ર જીલ્લામાં દશાર્માંંના વ્રતને લઈને માતાજીના ભક્તોમાં અનેરો આનંદનો ઉત્સાહનો માહોલ જોવા મળી રહયો હતો. જ્યારે ગોધરા તાલુકાના કાંકણપુર ગામ ખાતે મહિલા મંડળની ભજનની ટીમ દ્વારા ભજન કીર્તનની રમઝટ જામતા માતાજીના ભક્તો દશા માતાજીની ભક્તિમાં લીન થઈ જતાં વાતાવરણ ભક્તિમય બની ગયુ હતું. દશાર્માંની દસ દિવસ સુધી માઇ ભક્તો દ્વારા આરાધના કરવામાં આવવા સાથે ગરબે પણ ગુમતા હોય છે. ભજન-કીર્તન અને માતાજીની કથા સાથે દશાર્માંની પૂજા અર્ચના કરીને ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. તાલુકામાં આવેલ દશાર્માંના મંદિર ખાતે દર્શનાર્થે ભક્તોની અવરજવર જોવા મળવા સાથે જય માતાજીના જયઘોષ થી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.