શહેરા, શહેરા નગર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દિવાળીના પર્વની શરૂઆત સાથે ફટાકડાના સ્ટોલ ખુલી જવા પામ્યા હતા. જ્યારે ફટાકડાના દુકાનદારો દ્વારા ભરચક વિસ્તારમાં ફટાકડાનું વેચાણ કરતા નજરે પડવા સાથે નિયમોનું પાલન કરવામાં તંત્ર આદેશ કરે એની રાહ દેખતા હોય એમ લાગી રહ્યું છે. જોકે, આ વખતે ફટાકડા બજારમાં ભાવમાં પણ 10 થી 15 ટકાનો વધારો થયેલ જોવા મળી રહ્યો હતો. ગેરકાયદે ફટાકડાની અમુક દુકાનો ખુલી ગઈં હોય તેમજ પ્રાંત કચેરી માંથી લાયસન્સ મેળવીને પણ ધંધો કરતા ફટાકડાનો એ લોકો નિયમોનું પાલન નહીં કરતા હોય ત્યારે કોઈ મોટી ઘટનાને આમંત્રણ આપતા હોય એમ કહીએ તો નવાઈ નહીં સંબંધીત તંત્ર દ્વારા ખુલ્લી જગ્યામાં ફટાકડા બજાર ઊભું કરવામાં આવે એ પણ જરૂરી હોવા સાથે એક જ જગ્યાથી લોકોને ફટાકડાની ખરીદી કરવી પણ સહેલી પડી શકે તેમ છે. હાલ તો નગર વિસ્તારના બસ સ્ટેશન, મેઇન બજાર સહિત અન્ય વિસ્તારોમાં માર્ગને અડીને ફટાકડાનું વેચાણ ખાતે ગેરકાયદે ફટાકડાના સ્ટોલ પણ ખુલી ગયા હોય ત્યારે તંત્ર દ્વારા આ સામે અસરકારક કાર્યવાહી કાર્યવાહી હાથ ધરીને નિયમોનું પાલન કરવામાં આવે એ પણ જરૂરી હાલની પરિસ્થિતિ જોતા લાગી રહેલ છે. લાયસન્સ ફટાકડાનું વેચાણ કરવા માટે લીધેલ હોય એ દુકાનોમાં પણ તપાસ કરવામાં આવે તો નિયમોનું પાલન ફટાકડાનું વેચાણ કરતા દુકાનદારો નહિ કરતા હોવાની લોકોમાં ચર્ચા થઈ રહેલ હોય ત્યારે તંત્ર દ્વારા આ સમય તપાસ કરવામાં આવશે કે નહીં એ તો આવનાર દિવસોમાં ખબર પડી જશે તેમ છે.