
શહેરા, શહેરા પરવડી વિસ્તારમાં આવેલા અંબે માતાજીના મંદિરે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહયા હતા.

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શહેરા પરવડી વિસ્તારમાં આવેલા અંબે માતાજીના મંદિર ખાતે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબે માતાજીના મંદિરે પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુત તેમજ ભક્તો દ્વારા ભગવાન શ્રીરામની આરતી ઉતારાવા માં આવી હતી. જ્યારે જય..જય… શ્રી ..રામના …નારા અને જય માતાજીના જયઘોષ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રામ ભક્તો દ્વારા ફટાકડા અને ભવ્ય આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતા સમસ્ત હિન્દુ સમાજમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળવા સાથે ભક્તિમય માહોલ પણ સર્જાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમને લઈને નગરના વિવિધ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.