શહેરામાં આયોજીત મુખ્યમંત્રી કિસાન સહાય કાર્યક્રમમાં સહકારી કર્તાહર્તા-ધારાસભ્ય જેઠા ભરવાડ ગેરહાજર

  • વિધાનસભા તથા વખતોવખતની ચુંટણીમાં ખેડુતોના મતો અંંકે કરાય છે.
  • ખેડુતોમાં મતથી પંચામૃત ડેરી તથા પંચમહાલ બેંકમાં તથા રાજ્યમાં મહત્વનો હોદ્દાઓ ધરાવે છે.
  • દર વર્ષે ખેડુતો સહાય માટે અરજી કરવા છતાં ખેડુતોને લાભ મળતો નથી.
  • પાક નુકશાની, યોજના સહાય તથા આર્થિક મદદથી અનેક ખેડુતો વંચિત પણ રજૂઆત કોને કરવી.
  • ધારાસભ્ય જેઠા ભરવાડની ગેરહાજરીથી વંચિત ખેડુતોની રજૂઆતનો અવાજ શાંત !!!.
  • કૃષિ મંત્રીના કાર્યક્રમમાં ધારાસભ્ય જેઠા ભરવાડની ગેરહાજરીથી ખેડુતોએ લીધેલી ગંભીર નોંંધ.

ગોધરા,
પંચમહાલ જીલ્લાના ખેડુત-સહકારીના માંધાતા ગણાતા અને શહેરા વિધાનસભામાં દર ચુંટણીમાં ખેડુતોના ખોબલે ખોબલા મત હાંસલ કરવામાં પાવરધા એવા પંચામૃત ડેરી તથા પંચમહાલ બેંકના ચેરમેન ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તાજેતરમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમમાં ગેરહાજર રહેતા ખેડુતોની અનદેખી કરાતા તેઓમાં અનેક ગણગણાટ વ્યાપ્યો છે. જોકે ઘણા ખેડુતોને કૃષિલક્ષી યોજનાથી વંચિત રખાતા હોવાની પણ આક્ષેપો યુકત નારાજગી ખેડુતોએ વ્યકત કરી હતી.

પંચમહાલ સહિતના અનેક વિસ્તારોના ખેડુતો આકાશી વરસાદ ઉપર ખેતી નિર્ભર રહેતા પોતાનું જીવન દયનીય હાલતમાં ગુજારે છે. આજની મોંધવારીના સમયમાં મોંધાભાવના બિયારણ-ખાતર-શ્રમ બાદ પણ વળતર ન મળતા હંમેશા ખેતી નુકશાનમાં હોય છે. ત્યારે સરકાર દ્વારા વખતોવખત સહાય યોજના થકી તેઓને પગભર કરવામાં આવે છે. જેના ભાગ‚પ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમ મહત્વકાંક્ષી હોવાથી એકંદરે નજીવી રાહત સાંપડે છે. જેના ભાગ‚પ શહેર નગરપાલિકાના સભાખંડમાં કૃષિ પ્રધાન એવા હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને માહિતી મેળવવા શહેરા તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કલેકટર અમિત અરોરા તથા જીલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ સહિત ખેતીવાડીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન મહાનુભાવોએ કૃષિક્ષેત્રે નવીનમય સંશોધનો, ભલામણો તેમજ કૃષિ, બાગાયત અને પશુપાલન વિભાગોની યોજનાઓ અંગે શરૂ આતમાં સમજ આપીને ભાજપની રૂપાણી સરકારની વારંવાર લુંટાવીને પોતાની પીઠ જાતે થબથબાવી હતી. પરંતુ લોકડાઉનના છ-આઠ માસ બાદ કૃષિલક્ષી કાર્યક્રમ તેમજ જીલ્લાકક્ષાનો શહેરા ખાતે આયોજન હાથ ધર્યું હતું. પરંતુ શહેરાના સ્થાનિક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ મહત્વના કૃષિલક્ષી કાર્યક્રમમાં ગેરહાજર રહેતા અનેક ચર્ચાઓએ સ્થાન લીધું હતું. જીલ્લાના વિવિધ વિસ્તારમાંથી પધારેલા ખેડુતોએ સરકારની જાતિઓ સામે ભારે રોષ ઠાલવ્યો હતો. ગત વર્ષ શહેરા તાલુકામાં સરકારીની વિવિધ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં અરજી કરાઈ હતી. તેમ છતાં ગણ્યાગાંઠયા ખેડુતોનોને જ લાભ મળ્યો છે. તો કાંતો એક વર્ષ બાદ પણ પૂરતી આર્થિક સહાય પ્રાપ્ત થઈ નથી. એટલું જ નહિ શહેરા તાલુકાના મહિસાગર નદી કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ તથા પૂરના પાણીના કારણે ઊભા ખેતરોમાં ઘૂસી જતા ખેડુતો બેહાલ બનતા તેઓને વળતર આપવાની બાંહેઘરી પણ આજદિન સુધી પૂર્ણ થઈ નથી. મોટાભાગની યોજનાઓનો લાભ લેવા માટે તંત્ર અપીલ કરે છે. પંરતુ શહેરા તાલુકામાં અન્ય તાલુકાની સરખામણીમાં નહિવત લાભ અપાતો હોવાથી ઘણા હકદારો વંચિત રહી જાય છે. માત્ર વાતોના વડા થતા જોવા મળે છે. દર ચુંગણી વખતે ભાજપના ધારાસભ્ય અસંંખ્ય ખેડુત મતદારોના મત પક્ષની ઝોળીમાં નાખીને લઈ જતા વિજય થાય છે. અલબત ખેડુતોના મત થકી ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે એક દાયકાથી પંચામૃત ડેરીમાં ચેરમેનપદ શોભાવે છે. સાથે સાથે પંચમહાલ બેંકમાં પણ ચેરમેન તરીકે આરૂઢ થવા ઉપરાંત રાજ્યની વિવિધ સંસ્થાઓમાં જીલ્લા પ્રતિદિન ધરાવે છે. આમ ખેડુતોની અને સહકારી સંસ્થાઓના કર્તાહર્તા ગણાતા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ગેરહાજર રહેતા આ દયનીય અને લાભથી વંચિત ખેડુતોની રજૂઆત કોને કરવી ? કયારે સહાય મળશે હવે મળવાપાત્ર લાભાર્થીઓને કયારે અપાશે તેવા પ્રશ્ર્નો પૂછવા માંગતા ખેડુતોનો અવાજ ધારાસભ્યની ગેરહાજરીમાં પડધા શાંત પડી ગયા છે. ધારાસભ્યની ગેરહાજરીને લઈને ખેડુતોમાં અનેક તર્કવિર્તકો ઊઠતા આગામી સમયમાં સહાય અંગેની નારાજગી સંભવત: ચુંટણીમાં વ્યકત થાય તેવી દહેશત ઉપસ્થિત ખેડુતો અંદરોઅંંદર વ્યકત કરીને ચિમકી ઉચ્ચારી હતી