શહેરમાં આવેલ કરણીસેના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈને લઈને કહ્યું- મેં જે ઘોષણા કરી છે તે મામલે હું કાયમ છું

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે ક્ષત્રિય કરણીસેના દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ક્ષત્રિય કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. રાજ શેખાવત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પાલીંખડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીંખડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આવી પહોંચતા કરણીસેનાના પંચમહાલ જિલ્લા પ્રમુખ જે.બી.સોલંકી દ્વારા ફુલહારથી સ્વાગત કરવામા આવ્યું હતું. ત્યાર બાદ તેઓએ પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરના મહંતના પણ આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાર બાદ પાલિખંડા ગામમા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. ત્યાં પણ કરણીસેનાના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા રાજ શેખાવતનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજ શેખાવત દ્વારા જણાવામાં આવ્યું હતું કે, સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિયાણીઓની અસ્મિતા અને પાઘડીઓના સ્વાભીમાન સદંર્ભે અમે અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીટાંણે ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર પ્રહાર કરવામાં આવ્યા હતા. તેનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે, અમારા સન્માન સમાન સમાન પાઘડી પર પ્રહાર કરવામાં આવ્યા હતા.

તેમને આક્ષેપ કર્યો હતો કે, ગુજરાત સરકારે તેમની કંપનીનું લાયસન્સ રદ કરી દીધુ. ક્ષત્રિય એકઠા ના થાય તેવું દેખાઈ રહ્યુ છે. ગુજરાત સરકાર ભાગલા કરતી આવી છે તેવો આક્ષેપ કર્યો હતો. અમે તમામ ક્ષત્રિયોને એકમંચ પર લાવવા જઈ રહ્યા છે. સાથે સાથે અમદાવાદ ખાતે યોજાનારા ક્ષત્રિય એકતા મહાસંમેલનમાં યુવાનોને પણ મોટી સંખ્યામા ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું.

પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવેલા ક્ષત્રિય કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો રાજ શેખાવતે ગેંગસ્ટાર લોરેન્સ બિસ્નોઈને લઈને ચોકાવનારુ નિવેદન આપ્યું હતું. ત્રણ મહિના પહેલાં મારી સોપારી લોરેન્સના માણસોને અપાઈ છે. હું કોઈના બાપથી ડરતો નથી, હું બીઉં છું દેવોના દેવ મહાદેવથી. બિહારમાંથી સોપારી અપાઈ છે, અમારા સગંઠનનો મુખિયો લીધો છે તો અમે તેમના સંગઠનનો મુખિયો લઈ લેશું.

સમગ્ર દેશમાં ચકચાર જગાવનારી લોરેન્સ બિસ્નોઈ ગેંગ દ્વારા દેશના રાજકારણીઓ, સામાજીક અગ્રણીઓ તેમજ અન્ય લોકોને મારી હત્યા કરવામાં આવી હતી. હાલમાં મુંબઈના જાણીતા નેતા બાબા સિદ્દીકીને પણ આ ગેંગે મારી નાખ્યા હોવાની વિગતો ખુલી છે. આ બાજુ લોરેન્સ બિસ્નોઈને ખતમ કરવા બદલ ઈનામી રકમની જાહેરાત રાજ શેખાવત દ્વારા કરવામા આવી છે.

પંચમહાલની મુલાકાત દરમિયાન પત્રકારો દ્વારા પુછાયેલા સવાલ મામલે તેમણે ચોકાવનારુ નિવેદન કર્યું હતું કે, મારી પણ હત્યાની સોપારી લોરેન્સના માણસોને ત્રણ મહિના પહેલાં અપાઈ છે. તેમણે જણાવ્યું હતું કે, લોરેન્સ ગેંગ ચલાવે છે તે હત્યા કરે છે. મેં જે ઘોષણા કરી છે તે બાબતે કાયમ છુ. આ લોરેન્સ ધમકી આપતો રહે છે. રંગદારી વસુલતો રહે છે. ડ્રગ્સનો પણ વેપાર કરે છે. આ લોકો કાનુનની સવિધાનની ભાષા નથી સમજતા. આજે કાશ્મીર શાંત છે કારણે કે ત્યા આંતકવાદીઓને ઠાર માર્યા છે. આ ગેંગ આંતકવાદી છે તેનું એન્કાઉન્ટર કરવામાં આવે, જે પુરષ્કાર રાશી છે તે અમે આપીશું. ક્ષત્રિય સમાજ આક્રમણમાં બીલીવ કરે છે. જેલમાં છે તો સુરક્ષિત છે, બહાર આવશે તો અમે ઠોકવાના છે.