શહેરા,શહેરા તાલુકાના તરસંગ ગામની પ્રાથમિક શાળા ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ભરત ગઢવી અને ગામના સરપંચ જલ્પાબેન સોલંકી અને ભાજપ અગ્રણી અરવિંદસિંહ સોલંકી ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારી ભરત ગઢવી, જીલ્લા પંચાયત સદસ્ય લીલાબેન દિલીપસિંહ સોલંકી સહિતના મહાનુભાવોનું શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવા સાથે બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ-1 તેમજ ધોરણ -9 મળી 100 જેટલા બાળકોને શિક્ષણ કીટ આપીને પ્રવેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ નાથાભાઈ ભરવાડ, શિક્ષણ પરિવાર તેમજ ગામના અગ્રણીઓ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.