જામનગર,
જામનગર શહેરની રઝવી એન્ટર પ્રાઇઝ નામની પેટ્રોલીયમ પ્રોડકટની પેઢીમાંથી વેરાવળ ગીર સોમનાથની પેઢીને ૨૦ હજાર લીટર લાઇવ ડિઝલ ઓઇલની ૪ ગાડીઓ મંગાવીનું રૂા.૫૪.૬૫ લાખનું પેમેન્ટ ન કરતા વેપારીને ધમકી આપી હતી. જે અંગેની વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વેરાવળની પેઢીના આરોપી બંધુ સામે છેતરપીંડી, વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંયો હતો.
શહેરના કિશાન ચોક ઉનની કંદોરી પાસે રહેતા ઇમરાનભાઇ અબ્દુલભાઇ રજવી (ઉ.વ.૩૭) નામના વેપારીની રઝવી એન્ટરપ્રાઇઝ નામની પેટ્રોલીયમ પ્રોડકટની પેઢી ચલાવતા હતા. પેઢી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ટેનીવાડા ગામના ઓમ ટ્રેડર્સના પ્રોપરાઇટર પ્રફુલભાઇ સામતભાઇ રામ અને લક્ષ્મણભાઇ સામતભાઇ રામ નામના સાથે વેપાર કરતા હતા અને ઓમ ટ્રેડર્સનામની પેઢીને ૪ માસના ગાળામાં રૂા.૩,૦૧,૩૦,૭૪૪નો વેપાર ધંકો કર્યો હતો. જેમાં લાઇટ ડીઝલ ઓઇલની ૪ ટેક્ધરોના રૂા.૫૪,૬૫, ૩૮૦નું પેમેન્ટ કરવાનું બાકી હતું. જેની જામનગરની પેઢીના વેપારી અને મેનેજર દ્વારા ઉઘરાણી કરતા હતા અને બાકી રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા કરાવવાનું કહેતા હતા. પરંતુ બન્ને આરોપી બંધુઓ બાકી રૂપિયા આપતા ન હોવાથી આરોપી બંધુના ઘરે ગયા હતા અને રૂપિયાની ઉઘરાણી કરતા બન્ને શખ્સોએ પેમેન્ટ કરવાની ના પાડીને ધમકી આપી હતી. તેમ છતા જામનગરના વેપારી અને મેનેજર દ્વારા ફોન કરીને ઉઘરાણી કરાતી હોવાથી આરોપી બંધુઓ ધમકીઓ આપીને રૂપિયા નથી આપવા તેમજ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગેની વેપારી ઇમરાનભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપીંડી, વિશ્ર્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંયો છે.