શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલની અધ્યક્ષ સ્થાને એક દિવસીય યોજનાકીય રીફ્રેશર તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં તલાટી કમ મંત્રીઓ અને ગ્રામ પંચાયતના સરપંચો ઉપસ્થિત રહ્યા હતાં
શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત એક દિવસીય યોજનાકીય રીફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત હોલમાં રાખવામાં આવેલી એક દિવસીય તાલીમ તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલની અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી.તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ તેમજ સ્વચ્છ ભારત મિશન માં ફરજ બજાવતા સ્ટાફે દીપ પ્રાગટ્ય કરીને તાલીમની શરૂઆત કરાઈ હતી.એક દિવસીય તાલીમમાં ગ્રામ પંચાયત કચેરીના તલાટી કમ મંત્રીઓ તેમજ સરપંચોને ધન કચરાના વ્યવસ્થાપન માટે બનાવેલા એસેટ ની જાળવણી નિભાવની કરવાની થતી કામગીરી અંગેની સમજણ આપવામાં આવા સાથે તેમજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરીના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા રાખવામાં આવેલી આ એક દિવસીય રીફ્રેશર તાલીમમાં તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચો અને તલાટી કમ મંત્રીઓ ઉપસ્થિત રહેતા તાલીમને સફળતા મળવા સાથે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખામાં ફરજ બજાતા સ્ટાફની મહેનત રંગ લાવી હતી.