શહેરા, શહેરા-ગોધરા હાઇવે ઉપર ખાણ ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ ઓવરલોડ ખનીજ ભરેલ વાહનો પસાર થતા નજરે પડી રહ્યા હતા. પસાર થતા હાઇવે ઉપર થી પસાર થતી ગાડીમાં છલોછલ ખનીજ ભરેલ અને નિયમોનું પાલન નહી થવા સાથે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહયા હતા.
શહેરા-ગોધરા હાઇવે ઉપર સતત વાહનોની અવરજવર રહેતી હોય છે. ખાણ ખનીજ વિભાગના નિયમોનું પાલન નહી કરીને હાઈવે ઉપર ઓવરલોડ ખનીજ ભરેલ વાહનો જોવા મળી રહ્યા હતા. જોકે, વાહનમાં ઓવરલોડ ખનીજ ભરેલ હોવાથી પાછળ આવતા વાહન ચાલકો હેરાન પરેશાન થવા સાથે અકસ્માતનો ભય પણ જોવા મળતો હોય તેમ છતાં ખાણ ખનીજ વિભાગ સહિતના અન્ય તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ ગંભીરતા લેવામાં નહી આવતા સંબંધિત તંત્રનો કોઈ ડર વિના ઓવરલોડ ખનીજ ભરેલ વાહનો હાઇવે ઉપરથી બિન્દાસત નીકળતા નજરે પડી રહ્યા હતા. રેતી, સફેદ પથ્થર ભરેલ તેમજ માટી ભરેલ ગાડીમાં તાડપત્રી નહી બાંધવાના કારણે કોઈ ઘટના આના કારણે બને એ પહેલા સંબંધિત તંત્ર પોતાની નૈતિક ફરજ સમજીને આ સામે અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી આશા અહીંથી પસાર થતાં જાગૃત વાહન ચાલકો રાખી રહ્યા હતા.