શહેર ભાજપ પ્રમુખનો આદેશ માનવો જરૂરી નથી,ધારાસભ્ય યોગેશ પટેલ

વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે ચુંટાયેલા પ્રતિનિધિઓને આપેલી સલાહથી નારાજ ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, શહેર ભાજપ પ્રમુખનો આદેશ માનવો જરૂરી નથી. એ એમની અંગત વિચારધારા હશે, આથી નિવેદન આપ્યું હશે. હું તેમના નિવેદનથી બિલકુલ સંમત નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ અમારા પ્રમુખ છે. મતદારો સાથેના દ્વેષભાવ સાથે રાજકારણમાં કામ ન કરાય. હું છેલ્લી આઠ ટર્મથી ધારાસભ્ય થઉં છું. મારી વિધાનસભામાંથી મને વધુ વોટ મળ્યા છે. શહેર પ્રમુખના જે વિસ્તારમાંથી ઓછા મત મળ્યા છે તે વિસ્તારમાં ઓછા કામ કરવાના નિવેદનથી હું બિલકુલ સંમત નથી.

વડોદરા માજલપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલે વધુમાં જણાવ્યું કે, અમે ધારાસભ્ય બનીએ અને વિધાનસભામાં શપથ લઈએ છીએ ત્યારે નાતી-જાતિનો ભેદ રાખતા નથી. વિકાસના કામો પર સર્વ જ્ઞાતિનો સમાન અધિકાર છે.

વિકાસના કામમાં ભાજપ કોંગ્રેસ ન હોય શહેરમાં આજદીન સુધી એક પણ મુસ્લિમ ધારાસભ્ય નથી થયો. મે તમામ કોમને સાથે રાખી બધા મતદારોની સેવા કરી છે. જે લોકો એ મને વોટ નથી આપ્યા મે એમના પણ કામો કર્યા છે. લોકોના કામ કરીશું તો જ વોટ વધશે.

ઉલ્લેખનીય છે કે, શહેર ભાજપા પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે ચાલી રહેલા વાક યુદ્ધથી શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ વિવાદ આગામી દિવસોમાં વધુ વકરે તેવી શકયતાઓને નકારી શકાય તેમ નથી.