શહેબાઝ શરીફના રાજીનામા બાદ જલીલ અબ્બાસ જિલાની કાર્યપાલક વડાપ્રધાન બની શકે છે.

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીને તેની બંધારણીય મુદત પૂરી થવાના ત્રણ દિવસ પહેલા નેશનલ એસેમ્બલીને વિસર્જન કરવા માટે પત્ર લખશે. સંસદના નીચલા ગૃહમાં વિદાય સત્રને સંબોધતા વડાપ્રધાને તમામ સાંસદોનો આભાર માન્યો હતો.પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ બુધવારે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ઔપચારિક ભલામણ કરશે. સંસદના નીચલા ગૃહનો પાંચ વર્ષનો કાર્યકાળ ૧૨ ઓગસ્ટે પૂરો થાય છે. પાકિસ્તાન અને પાકિસ્તાન ઓબ્ઝર્વરના અહેવાલો અનુસાર, શહેબાઝ શરીફના રાજીનામા બાદ જલીલ અબ્બાસ જિલાની કાર્યપાલક વડાપ્રધાન બની શકે છે.

તેમના સંબોધનમાં, વડા પ્રધાને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીની પાછલી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તેઓએ તેમના ૧૬ મહિનાના શાસન દરમિયાન અગાઉના શાસનની બેદરકારી અને નિષ્ફળતાઓનો બોજ ઉઠાવવો પડ્યો હતો.

શાહબાઝે કહ્યું કે તેમની સરકારને પૂર અને આર્થિક પડકારોનો સામનો કરવો પડ્યો. “અગાઉની સરકારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે થયેલા કરારનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાનની પ્રતિષ્ઠાને નુક્સાન પહોંચાડ્યું હતું. પીએમએ કહ્યું, “૧૩ પક્ષોનું અમારું ગઠબંધન પાકિસ્તાનના ઈતિહાસનું સૌથી અનોખું ગઠબંધન છે. અમારી સરકારમાં ૧ સાંસદથી લઈને ૮૦ સંસદ સુધીના પક્ષોનો સમાવેશ થાય છે.” આ દરમિયાન, તેમણે બિલાવલ ભુટ્ટોની પ્રશંસા કરી અને કહ્યું કે તેમનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. બિલાવલે પાકિસ્તાનનું નામ રોશન કરવા માટે ઘણું સારું કામ કર્યું. પૂર્વ પીએમ ઈમરાન ખાનને ઠપકો આપતા પીએમ શાહબાઝે કહ્યું કે પીટીઆઈ સરકારે મિત્ર દેશો સાથે પાકિસ્તાનના સંબંધોને નુક્સાન પહોંચાડ્યું છે. તેણે જંગી લોન લઈને દુનિયા સમક્ષ માથું ઝુકાવવાનું કામ કર્યું.

વડા પ્રધાન શેહબાઝે નીચલા ગૃહને જણાવ્યું હતું કે તેઓ ગુરુવારે રાષ્ટ્રીય એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા રાજા રિયાઝને મળીને કાર્યપાલક વડા પ્રધાનોના નામ પર ચર્ચા કરશે. જિયો ન્યૂ અનુસાર, વડાપ્રધાન અને વિપક્ષી નેતા વચ્ચે આજે બેઠક થવાની હતી, પરંતુ વ્યસ્ત કાર્યક્રમને કારણે તે મોકૂફ રાખવામાં આવી હતી.