ઇસ્લામાબાદ, ઈદના તહેવાર પર પણ પાકિસ્તાન પોતાની ’ઝેરી જુબાન’ નાથી છોડી રહ્યું. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે ઈદના અવસર પર પેલેસ્ટાઈન અને કાશ્મીરીઓની ચિંતા કરી છે. વિશ્ર્વભરના મુસ્લિમોને ઈદની શુભેચ્છા પાઠવતા શાહબાઝ શરીફે કહ્યું કે તેઓએ પેલેસ્ટાઈન અને કાશ્મીરના મુસ્લિમો વિશે પણ વિચારવું જોઈએ.
શાહબાઝ શરીફે ટ્વિટર (એકસ) હેન્ડલ પર ટ્વિટ કરીને લખ્યું છે કે, ’ઈદ-ઉલ-ફિત્રના આનંદી અવસર પર, હું દેશ-વિદેશમાં વસતા મારા દેશવાસીઓ તેમજ સમગ્ર મુસ્લિમ સમુદાયને મારી શુભકામનાઓ વ્યક્ત કરવા માંગુ છું. આપને આ શુભ અવસરની ઉજવણી કરી રહ્યા છીએ. શાહબાઝે કાશ્મીરના મુસ્લિમોને ટાંકીને કહ્યું કહ્યું કે, ’આપણે ખુશીઓ ફેલાવવાનું અને તે લોકોની સાથે પોતાના આશીર્વાદ વહેંચવાના મહત્વને ન ભૂલવું જોઈએ જેઓ ઓછા ભાગ્યશાળી છે.’
શાહબાઝે ટ્વિટમાં આગળ લખ્યું, ’હું વિશ્ર્વભરના મુસ્લિમોને પણ વિનંતી કરું છું કે તેઓ તેમના પેલેસ્ટિનિયન અને કાશ્મીરી ભાઈ-બહેનોને યાદ કરે, જેઓ કબજો કરી બેઠેલ તાક્તોના સૌથી ખરાબ અત્યાચારોનો સામનો કરી રહ્યા છે. આપને તમામ તેમની મુશ્કેલીઓ હળવી કરવા માટે સર્વશક્તિમાન અલ્લાહને પ્રાર્થના કરીએ. આ શુભ સમય આપણા દેશ, પ્રદેશ અને વિશ્ર્વના લોકો માટે શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવે.