શાહ પેપર્સ કંપની પર ૩૫૦ કરોડની કરચોરીનો આરોપ, મુંબઈ, વાપીમાં ૧૮ સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા

મુંબઇ,મુંબઈ સ્થિત શાહ પેપર્સ કંપની પર રૂ. ૩૫૦ કરોડનો કરચોરી કરવાનો આરોપ છે. આ મામલે આવકવેરા વિભાગે ગઈકાલથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દરમિયાન, આજે (૧૧ એપ્રિલ) આવકવેરા વિભાગે શાહ પેપર્સ કંપનીને લગતી ૧૮ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા મુંબઈની સાથે ગુજરાતના વાપીમાં ચાલી રહ્યા છે. આ દરોડામાં અત્યાર સુધીમાં ૨ કરોડ રૂપિયા રોકડા અને ૨ કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. હવે આ કાર્યવાહી કેટલો સમય ચાલશે તેના પર સૌનું યાન છે. શાહ પેપર્સ કંપની ઘણી મોટી કંપનીઓની સપ્લાયર કંપની છે.

આવકવેરા વિભાગની કાર્યવાહી તમામ સ્થળો પર ચાર દિવસ સુધી ચાલી હતી. રવિવારે મોડી રાત સુધી તમામ સ્થળો પર કાર્યવાહી દરમિયાન આશરે ૩૦૦ કરોડ રૂપિયાના હિસાબી દસ્તાવેજો વિભાગે જપ્ત કર્યા છે. જેની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પછી ટેક્સચોરીના આંકડા બહાર આવશે. ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે અગાઉ દોઢ વર્ષ પહેલા વાપીમાં સર્ચની કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ ગત બુધવારે શાહ પેપરમિલ પર તપાસ કરવામાં આવી હતી. તપાસની માહિતી લીક નહીં થાય તે માટેની પર પૂરી કાળજી રાખવામાં આવી હતી. નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ જે રીતે આવકવેરા વિભાગે વાપીમાં સર્ચની કાર્યવાહી કરી છે તેને જોતા આવનારા દિવસોમાં પણ અન્ય પેઢીઓ પર ચપેટમાં આવી શકે તેવી શક્યતા છે.

તપાસ કરવામાં આવી રહેલા ગુનાઓને ટ્રૅક કરવા માટે તપાસ દરમિયાન, ED એ વિવિધ કંપનીઓનો પર્દાફાશ કર્યો હતો જેનો ઉપયોગ ભ્રષ્ટાચાર, છેતરપિંડી અને આવા અન્ય ગુનાઓ દ્વારા લાભદાયી માલિકો અથવા આવકને છુપાવીને ગેરકાયદેસર રીતે મેળવેલી સંપત્તિની પ્રકૃતિ, મૂળ અથવા ગંતવ્યને છુપાવવા માટે કરવામાં આવતો હતો. કરવા માટે કેટલાક છેતરપિંડી કરનારાઓ, જેને ‘એન્ટ્રી ઓપરેટર્સ’ કહેવાય છે, તેઓ શેલ કંપનીઓના નેટવર્કનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.