શહડોલ,
શહડોલમાં આયોજિત બિરસા મુંડા જયંતિ એટલે કે આદિવાસી ગૌરવ દિવસના રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહેલી બસ બેકાબૂ થઈને પલટી ગઈ. બસ નંબર MP-20 PA ૨૧૭૭ ૫૦ જેટલા મુસાફરોને લઈને સિહોરાના કુંડાવલથી શહડોલ જઈ રહી હતી. શહડોલમાં આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ભાગ લઈ રહ્યા છે.
સિહોરાથી નીકળેલી પેસેન્જર બસ ઉમરીયાપાણના પાકરીયા ગામે બેકાબુ થઈને પલટી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા સ્થાનિક વહીવટીતંત્ર ગ્રામજનોની મદદથી ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ઉમરીયાપાણ આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયા હતા. અકસ્માતમાં એકનું મોત થયું હતું.
વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકનું નામ અંશુ કોલ છે. કલેક્ટર અવિ પ્રસાદ અને એસપી સુનિલ જૈન સહિતના વરિષ્ઠ અધિકારીઓ મૃતકના ઘરે પહોંચ્યા અને તેમને સાંત્વના આપી. કેટલાક ઘાયલોને સારવાર માટે જબલપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.