
શહેરા તાલુકાના પોયડા ગામ ખાતે રૂપિયા 6.99 લાખના ખર્ચે નવીન બની રહેલ આંગણવાડી કેન્દ્ર 1 ની નવીન મકાનની કામગીરી પાછલા એક વર્ષ ઉપરાંતથી ચાલી રહી છે. આંગણવાડી કેન્દ્ર એકના 35 કરતાં વધુ બાળકોને આંગણવાડી કાર્યકર બહેન એક વર્ષ ઉપરાંત થી પોતાના ઘરે બેસાડી રહ્યા હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરીને ગ્રાન્ટ મળી તે મુજબની કામગીરી કરાઇ છેકે નહી તેની તપાસ કરવામાં આવે તે પણ જરૂરી છે.
શહેરા તાલુકાના પોયડા ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર એકનું મકાન નવીન બને તે માટે અનેક રજૂઆતો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી. જેને લઈને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના હેઠળ રૂપિયા 6,99 લાખના ખર્ચે નવીન આંગણવાડી કેન્દ્ર એકનું મકાન મંજૂર થતા શિક્ષણને લગતી વધુ એક સુવિધા બાળકોને મળશે તેવી આશા સાથે સ્થાનિક ગ્રામજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. જોકે, આંગણવાડી કેન્દ્ર એકના નવીન મકાનની કામગીરી 13/4/2023 ના રોજ શરૂ કરી દેવામાં આવી હતી.
એક વર્ષ ઉપરાંતનો સમય વિતવા છતાં હજુ પણ આંગણવાડી કેન્દ્ર એકની નવા મકાન ની કામગીરી પૂર્ણ થઈ નથી. બસ સ્ટેશન પાસે બની રહેલ નવીન આંગણવાડી કેન્દ્ર એકની રૂપિયા 6.99 લાખ માંથી મોટા ભાગની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં કામગીરી હજુ અધુરી હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા આ ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઈને આ બાબતે તપાસ કરવામાં આવે તો ખરી હકીકત બહાર આવે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.
આંગણવાડી કેન્દ્ર એકની કાર્યકર બહેન દોઢ વર્ષ ઉપરાંતથી આંગણવાડી કેન્દ્ર ખાતે આવતાં બાળકોને પોતાના ઘરે બેસાડીને પોતાની નૈતિક ફરજ બજાવી રહ્યા હોય ત્યારે સંબંધિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે હજુ સુધી કોઈ ગંભીરતા લેવામાં નહીં આવી હોવાથી આ સામે વાલીઓનો છુપો રોષ સંબંધિત તંત્ર સામે જોવા મળી રહયો હતો. આંગણવાડી કેન્દ્ર એકની નવીન મકાનની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે માટે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલે સ્થળ પરની મુલાકાત લેવામાં આવે તે પણ જરૂરી હોય ત્યારે જોવુંજ બની રહયું છેકે જવાબદાર તંત્રના અધિકારીઓ આ ઉપરોક્ત બાબતે કેવા પ્રકારની કાર્યવાહી આ સામે કરશે એતો આવનારા દિવસોમાં ખબર પડી જશે તેમ છે.
પોયડા ગામના ડેરી પાસે પાછલા એક વર્ષ ઉપરાંત થી નવીન આંગણવાડી કેન્દ્ર એકના નવા મકાનની કામગીરી ચાલી રહી છે. જોકે, આ આંગણવાડી કેન્દ્ર એકના નવીન મકાનની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાથી આ ક્યારે બનશે એવા અનેક સવાલો વાલીઓમાં ચર્ચાઇ રહ્યા હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા અહીં મળેલ ગ્રાન્ટ કરતાં કામગીરી આંગણવાડી કેન્દ્ર એકની કેટલી કરવામાં આવી છે. તેની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી જોઈએ જેથી વહેલી તકે આ નવીન આંગણવાડી કેન્દ્ર એક નું મકાન બની શકે તો નવાઈ નહી.
આંગણવાડી કેન્દ્ર એકની કાર્યકર બહેન દ્વારા પાછલા દોઢ વર્ષ ઉપરાંત થી પોતાના ઘરે આંગણવાડી કેન્દ્રમાં આવતા બાળકોને બેસાડીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જ્યારે એક વર્ષ ઉપરાંત થી આંગળવાડી કેન્દ્ર એકના નવીન મકાનની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે માટે પણ જવાબદાર તંત્રના અધિકારી દ્વારા ગ્રાન્ટ પણ ફાડવી દેવામાં આવી હોવા છતાં ગંભીરતા ન લેવામાં આવી હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઇ રહયુ હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા અહીં નિષ્પક્ષ પોતાની નૈતિક ફરજ બજાવીને તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.