- ૩ ટેમ્પા ભરીને રૂ.૩ લાખ ઉપરાંતનું ભંગાર સગેવગે કર્યું હોવાના આક્ષેપ.
- વાલીઓને જાણ થતાં શાળા એ પહોંચીને આચાર્યને કરેલી રજુઆત.
- કોઈપણ નીતિ નિયમનું પાલન નહીં કરીને સત્તાનો કરેલો દુરુપયોગ.
- આચાર્ય એ ઉડાઉ જવાબ આપતાં વાલીઓમાં નારાજગી.
- સમગ્ર મામલાની તપાસની માંગ કરતાં વાલીઓ.
- ભંગાર વેચવા અંગે અજાણકતા કે મીલીભગત તેવા વાલીઓમાં ચર્ચા.
- શું તંત્ર સમગ્ર મામલાની તપાસ કરશે કે મૌન ધારણ કરશે.
કાલોલ,
કાલોલ તાલુકાના વેજલપુરમાં આવેલી ઉર્દુ પ્રાથમિક શાળામાં વર્ષો જુનું આશરે રૂ.૩ લાખની કિંમતનું ભંગાર કોઈપણ નીતિનિયમોને પાલન કર્યા વિના આચાર્ય દ્વારા બારોબાર શાળાના રજાના દિવસે વેચી મારતા વાલીઓમાં ઉહાપોહ જન્મ્યો છે. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા આચાર્યને ભંગાર બાબતે પુછપરછ કરતાં ગલ્લાતલ્લા કરવા સાથે ઉડાઉ જવાબ આપવામાં આવતાં વાલીઓમાં નારાજગી જન્મતા સમગ્ર મામલાની તપાસ કરીને આચાર્ય સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવતાં વિવાદે સ્થાન લીધું છે.
કાલોલ તાલુકાના વેજલપુર ગામની ઉર્દુ પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. છેલ્લા કેટલાક સમયથી શાળાનું લોખંડનો દરવાજો, બેંચીસો તથા અન્ય ફર્નિચર ભંગાર હાલતમાં પડી રહ્યું હતુ પરંતુ આ શાળાની મિલ્કત ગણાતી અને તેના નિકાલ માટે શિક્ષણઅધિકારીની મંજુરી સાથે સ્થાનિક સ્કુલ મેનેજમેન્ટ હસ્તક જાહેર નિવિદા પ્રસિદ્ધ કરીને ટેન્ડર મંગાવીને આ ભંગારનો વેચાણ કરવાનો નિયમ છે. પરંતુ આચાર્ય દ્વારા કોઈપણ પ્રકારના નિયમોને અનુસર્યા વિના બારોબાર આશરે ૩ લાખથી વધુની કિંમતનો ભંગાર વેચી મારવામાં આવતાં આચાર્યની ભૂમિકા શંકાના ધેરાવામાં આવીને સમગ્ર મામલે વિવાદે સ્થાન લીધું છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે આચાર્ય દ્વારા ચાલુ શાળાના બદલે જે દિવસે વાલીઓની અવરજવર ના રહે અને બાળકોની ગેરહાજરી રહે તેવા શાળાના રજાના દિવસે ત્રણ ટેમ્પો જેટલો સ્ક્રેપ સગેવગે થતા અનેક સવાલો ઉભા થયા છે. આ અંગેની બાદમાં વાલીઓને જાણ થતાં ઉહાપોહ થવાની સાથે ભંગાર વેચી માર્યું હોવા અંગે ચર્ચાઓએ સ્થાન લીધુ છે. ઉર્દુ પ્રાથમિક શાળાનો સ્ક્રેપ (ભંગાર) જેની અંદાજે કિંમત ત્રણ લાખ થી વધુ નો સ્ક્રેપ બારો બાર વેચી દેવાતા ગામના જાગ્રુત નાગરિકને ખબર પડતા ઉર્દુ પ્રાથમિક શાળામાં પહોંચીને ગામના જાગ્રુત નાગરિક એ હોબાળો મચાવ્યો હતો. વેજલપુર ગામની ઉર્દુ પ્રાથમિક શાળાના આચાર્ય સામે અનેક પ્રકારના સવાલો વચ્ચે લોકોને આ ભંગાર અંગે અજાણ કે પછી મિલિભગહોય તેવુ લાગી રહયુ છે. આ મામલે ગામના જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી આ ભંગાર વેચી મારવાની દાનત ધરાવતા આચાર્ય એ કાળી કરતુતો કરવાની હોય તેમ ઘણાં સમયથી શાળાના સી.સી.ટીવી કેમેરા પણ બંધ કરી દેવામા આવેલા છે. જેથી આ ૩ લાખ રૂપીયાની કિંમતનો ભંગાર વેચી મારવાના સરળ માર્ગ મળી શકે વાલીઓ એ આક્ષેપ સાથે ઉમેર્યું હતું કે, લોકડાઉન દરમિયાન શાળા બંધ હોવાથી સરકાર તરફથી આપવામાં આવતુ મધ્ય ભોજન માટે આવેલ અનાજ પણ થોડુ ઘણુ બાળકોને વહેચી અને બાકીનું અનાજ પણ સગેવગે કરી દેવામા આવેલ છે. જેનાથી બાળકો લાભથી વંચિત બન્યા હતા. આ અંગે વાલીઓએ આચાર્યઓને મધ્યાહન ભોજ અંગે ફરિયાદ કરી હતી પરંતુ આચાર્ય એ ઉપરથી અપૂરતો જથ્થો આપ્યો હોવાનું કહીને લૂલો બચાવ કર્યો હતો. બાદમાં એસ.એમ.સી. સમિતિ અધ્યક્ષ પણ શાળામાં દોડી આવી ગયા હતા. જેથી ઉર્દુ પ્રાથમિક શાળાના આચાર્ય સામે તપાસ નો વિષય બનેલો છે. ભંગાર બાદ મધ્યાહન ભોજનના અનાજમાંં પણ ગેરરીતિ આચરાઈ હોવાને લઈને ગામમાં અનેક ચર્ચાઓ એે જોર પકડ્યું છે. અત્રે નોંધનીય છે કે, શાળાની મિલ્કત ગણાતા ભંગાર બારોબાર વેચી મારવો તે ગુનો છે. અને શાળાનું ભંગાર વેચવા માટે નિયમ પ્રમાણે પ્રક્રિયા હાથ ધરવાની હોય છે. પરંતુ આચાર્ય એ નિતિનિયમોને કોરાણે મૂકીને સત્તાનો દુરઉપયોગ કરીને બારોબાર રૂ. ૩ લાખના ભંગાર વેચી મારવા અંગે વિવાદે જોર પકડયુ છે અને ઉર્દુ પ્રાથમિક શાળાના આચાર્ય સામે તપાસની માંગ ઉઠી છે. હવે જોવું રહયું કે તપાસ કરે છે કે કેમ ?
વેજલપુર ઉર્દુ પ્રાથમિક શાળાના આચાર્યનો ઉડાવ જવાબ…..
વેજલપુર ગામની ઉર્દુ પ્રાથમિક શાળાના આચાર્ય બુઢ્ઢા સાજીદ મહેમુદ સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યંું હતું કે, ભંગાર અંગે ગઈ કાલે વિવાદ સર્જાયો હતો અને સમાધાન પણ થયું ગયું હતું અને આજે ફરીથી મામલો બીચકયો છે. તે અંગે મને ખબર નથી. હું એસ.એમ.સી. અધ્યક્ષ જોડે વાત કરીને જણાવીશ તેવા તેમ જણાવીને લૂલો બચાવ કર્યો હતો જ્યારે આજે આચાર્ય એ ઉડાવ જવાબ આપ્યો હતો કે મને કોઈ પણ પ્રકારની મને ખબર નથી. શાળાનો ભંગાર વિશે મને ખબર નથી તેની તપાસ ચાલુ છે. તપાસ મા નીકળી આવશે તો જે કોઈ પણ હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું.