
SGFI અંતર્ગત તારીખ 05/08/2024 નારોજ લીમખેડા તાલુકા કક્ષાની કબ્બડીની રમત અગારા હાઈસ્કૂલ ખાતે યોજાઇ હતી. જેમાં પરમારના ખાખરીયા પ્રાથમિક શાળાના બાળકોની ટીમે અન્ડર 14 વિભાગની કબ્બડીની રમતમાં ભાગ લીધો હતો. જેમાં કુમાર અને ક્ધયા બંને ટીમો તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થઈ હતી. જે બદલ શાળા પરિવાર વતી બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે. હવે દાહોદ જિલ્લા કક્ષાએ લીમખેડા તાલુકા વતી પ્રતિનિધિત્વ કરશે તેના માટે તમામ બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.