૨જી સ્પેક્ટ્રમ કેસમાં કેન્દ્રની અરજી સ્વીકારવાનો ઇન્કાર કરવાનો સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીનો નિર્ણય

નવીદિલ્હી, ૨જી સ્પેક્ટ્રમ મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં સુધારો કરવાની કેન્દ્ર સરકારની માંગને ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ કેન્દ્રની અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ કેન્દ્રની અરજીને ખોટી માન્યતા પર આધારિત ગણાવી અને સ્પષ્ટતાની આડમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયની સમીક્ષા કરાવવાનો પ્રયાસ ગણાવ્યો. સુપ્રીમ કોર્ટે ૨૦૧૨માં પોતાના એક આદેશમાં કહ્યું હતું કે દેશના પ્રાકૃતિક સંસાધનોની ફાળવણી હરાજી દ્વારા જ થઈ શકે છે. કેન્દ્રએ આ નિર્ણયમાં સુધારો કરવાની માંગ કરી હતી.

સુપ્રીમ કોર્ટના નિયમ એકસવીના નિયમ ૫ મુજબ, સુપ્રીમ કોર્ટનો રજિસ્ટ્રી વિભાગ અરજી સ્વીકારવાનો ઇનકાર કરી શકે છે. આ નિયમ મુજબ, રજિસ્ટ્રાર કોઈ યોગ્ય કારણ નથી અથવા કોઈ નિંદનીય બાબત છે તે આધાર પર અરજી સ્વીકારવાનો ઈક્ધાર કરી શકે છે. જો કે, અરજદાર આવા આદેશ સામે ૧૫ દિવસમાં અપીલ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે ૨ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ આપેલા આદેશમાં એ રાજાને જ્યારે તેઓ ટેલિકોમ મંત્રી હતા ત્યારે ૨જી સ્પેક્ટ્રમ માટે વિવિધ કંપનીઓને આપવામાં આવેલા લાઇસન્સ રદ કરી દીધા હતા. ઉપરાંત, કોર્ટે કહ્યું હતું કે દેશના કુદરતી સંસાધનોની ફાળવણી હરાજી દ્વારા કરી શકાય છે. હવે ૨૨ એપ્રિલે એટર્ની જનરલ આર વેંકટરામાણીએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. જેમાં ૨જી સ્પેક્ટ્રમ કેસમાં સુપ્રીમ કોર્ટના ૨૦૧૨ના નિર્ણયમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી હતી. એટર્ની જનરલે પણ કેસની વહેલી યાદીની માંગ કરી હતી. કેન્દ્ર સરકારે બિન-વ્યાવસાયિક હેતુઓ માટે ૨જી સ્પેક્ટ્રમની હરાજીમાંથી મુક્તિની માંગ કરી હતી. એનજીઓ જાહેર હિતની અરજીએ કેન્દ્રની અરજીનો વિરોધ કર્યો હતો. આ એનજીઓની અરજી પર સુપ્રીમ કોર્ટે ૨૦૧૨માં પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.