સેક્સસીડીકાંડ મુદ્દે ભાજપ નેતાનો યુટર્ન,જારકીહોલીના ૧૨૦ અશ્લિલ વીડિયો બન્યાનો દાવો, હવે હાઇકમાન્ડના નામે મૌન

બેંગ્લુરુ,

’મારી હાઇકમાન્ડ સાથે વાતચીત ચાલી રહી છે, કંઈ કહી શકું નહીં…. મુદ્દો કોર્ટમાં છે, વાત નહીં કરી શકું…’ કર્ણાટકમાં ભાજપના પૂર્વ મંત્રી રમેશ જારકીહોલી સેક્સસીડીકાંડ મુદ્દે આંખ આડા કાન કરતાં આમ બોલી રહ્યા છે. આ એ જ જારકીહોલી છે, જેમણે અઠવાડિયા પહેલાં કહ્યું હતું કે કોંગ્રેસનેતા ડીકે શિવકુમારે બીજી નેતાઓ સાથે મળીને ૧૨૦ લોકોની અશ્લીલ સીડી બનાવી છે. જારકીહોલીનો વાંધાજનક વીડિયો માર્ચ ૨૦૨૧માં વાઇરલ થયો હતો. આ પછી તેમને મંત્રીપદ છોડવું પડ્યું. આટલા મહિનાઓના મૌન પછી અને ચૂંટણીના માત્ર બે મહિના પહેલાં તેમનું અચાનક એક્ટિવ થવું ઘણા રાજકીય સંકેતો પણ આપે છે. જારકીહોલીનો આરોપ છે કે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે તેમની છબિ ખરાબ કરવા માટે અશ્લીલ વીડિયો બનાવ્યો છે. તેઓ ૨ ફેબ્રુઆરીએ ગૃહમંત્રીને મળ્યા હતા અને સીબીઆઇ તપાસની માગણી કરી હતી, પરંતુ હવે તેમણે અચાનક યુ-ટર્ન લીધો છે. સીબીઆઈ તપાસની માગ તો છોડો, હવે તેઓ આ અંગે વાત પણ કરવા માગતા નથી. તેમણે એમ કહીને ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો કે ’હજી હાઇકમાન્ડ સાથે વાત ચાલી રહી છે.’

રમેશ જારકીહોલીએ ભલે અત્યારે મૌન સેવ્યું હોય, પરંતુ એક સપ્તાહ પહેલાં જ્યારે તેમણે ૧૨૦ નેતાની સીડીઓ બનાવવામાં આવી રહી હોવાનો ઘટસ્ફોટ કર્યો ત્યારે હોબાળો થયો હતો. તેમણે કહ્યું- ’હું ગૃહમંત્રીને મળ્યો છું અને આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાની માગણી કરી છે. ડીકે શિવકુમારે એક જૂથ બનાવ્યું હતું. મને હનીટ્રેપ કરવા માટે આ જૂથના સભ્યોને મારી પાછળ લગાવવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે એક સભ્યોના ઘરે દરોડો પાડ્યો તો જાણવા મળ્યું કે ત્યાં ૬૦થી ૧૦૦ લોકોના અશ્લીલ રેકોડગ છે. તેમનું ઓડિયો કે વીડિયો રેકોડગ કરવામાં આવ્યું છે.

આ મામલે ડીકે શિવકુમારનું કહેવું છે કે જારકીહોલી જ્યાં ઈચ્છે ત્યાં ફરિયાદ કરી શકે છે અને તપાસ કરાવી શકે છે. તેમણે માનસિક સંતુલન ગુમાવ્યું છે. કર્ણાટકના રાજકારણમાં દરેક વ્યક્તિ જાણે છે કે જારકીહોલી અને ડીકે શિવકુમાર વચ્ચે ઘણાં વર્ષોથી ઝઘડો ચાલી રહ્યો છે. કર્ણાટકના વરિષ્ઠ પત્રકાર અશોક ચંદારગી કહે છે- ’ આ મામલાની તપાસ કરી હતી. તેમણે જારકીહોલીને ક્લીનચિટ આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ બળાત્કાર નથી, પરંતુ સહમતીથી બનેલો શારીરિક સંબંધ છે.

જૂન ૨૦૨૧માં કર્ણાટક હાઈકોર્ટે એસઆઇટીને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે જે યુવતીનો જારકીહોલી સાથેનો વીડિયો વાઇરલ થયો છે તે અન્ય નેતાઓને પણ બ્લેકમેઇલ કરી રહી હતી. તેની વિરુદ્ધ ૧૪ વધુ લોકોએ નિવેદન આપ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કર્ણાટકમાં જે ૧૨૦ લોકોના વીડિયો બનાવવામાં આવ્યા છે એમાંથી ૫૦થી વધુ રાજકીય નેતાઓ છે. એવું કહેવાય છે કે આવો જ એક વીડિયો તપાસનીશ અધિકારીનો પણ બન્યો છે, પરંતુ આ વીડિયો ક્યાંનો છે અને કોણે બનાવ્યો એની તપાસ હજુ ચાલી રહી છે.

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના લીગલ સેક્રેટરી સૂર્યા મુકુંદરાજ કહે છે- ’રમેશ જારકીહોલી ૧૫૦ અશ્લીલ વીડિયો બનાવવાનો દાવો કરી રહ્યા છે. તેઓ કેમ નથી જણાવતા કે તેમને આ નંબર કેવી રીતે મળ્યો અને આ સીડીઓ ક્યાં છે.