સેક્સ વર્કર્સને સેક્સની ના પાડવાનો હક છે પરંતુ પરણિત મહિલાને નથી, દિલ્હી હાઈકોર્ટના જજ

high court
  • મેરિટલ રેપ પર દિલ્હી હાઈકોર્ટમાં થઈ સુનાવણી
  • જસ્ટિસ રાજીવ શકધરની આકરી ટીપ્પણી
  • સેક્સ વર્કર્સને ના પાડવાનો અધિકાર પરંતુ પરણિત મહિલાને નહીં

મેરિટલ રેપ મામલે બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી પરંતુ બે જજોએ અલગ અલગ મત દર્શાવતા આ મામલો હવે સુપ્રીમમાં ગયો છે.આ કેસની સુનાવણી વખતે પહેલા જજ રાજીવ શકધરે એવું કહ્યું કે કાનૂની રીતે તો એક સેક્સ વર્કરને પણ ના કહેવાનો અધિકાર છે પરંતુ એક પરણિત મહિલા પાસે આવો કોઈ હક નથી. જસ્ટિસ શકધર મેરિટલ રેપને ગુનો ગણવાના પક્ષમાં છે. જ્યારે બીજા જસ્ટિસ હરિશંકર મેરિટલ રેપને ગુના ગણવાની વિરૃદ્ધમાં છે.

જસ્ટિસ શકધર મેરિટલ રેપને ગુનો ગણવાના પક્ષમાં

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ શકધર મેરિટલ રેપને ગુનાની શ્રેણીમાં લાવવા માગે છે. તેઓ એવો દ્રઢ મત ધરાવે છે કે એક પરણિત મહિલાને તેના પતિને સેક્સની ના પાડવાનો હક નથી.

મેરિટલ રેપ ગુનો ગણાય કે નહીં હવે સુપ્રીમ નક્કી કરશે
દિલ્હી હાઈકોર્ટના બે જજો મેરિટલ રેપના મુદ્દે અલગ અલગ મત ધરાવતા હોવાથી હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે મેરિટલ રેપ ગુનો છે કે નહીં.

પત્ની સાથે રેપ કેસની સુનાવણીમાં અત્યાર સુધી શું થયું

  • – જો ગર્લફ્રેન્ડ કે લિવ-ઈન પાર્ટનર ના પાડી દે, જો આ પછી પણ બળજબરીથી સેક્સ કરવું ગુનો છે – જસ્ટિસ શકધરની ટિપ્પણી
  • સંબંધોને અલગ કરી શકાતા નથી. સ્ત્રી એ સ્ત્રી છે. પતિઓને બળાત્કારના આરોપોથી કેમ બચાવવું જોઈએ – જસ્ટિસ શકધર
  • ફેબ્રુઆરીમાં હાઈકોર્ટે આ મામલે કેન્દ્ર સરકારનું વલણ જાણવા માટે બે સપ્તાહનો સમય આપ્યો હતો. ત્યારપછી કેન્દ્રએ સુનાવણી સ્થગિત કરવાની માંગ કરી અને કહ્યું કે તેણે પત્ની સાથે બળાત્કારને ગુનો બનાવવાની માંગ પર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો અભિપ્રાય લેવો પડશે.
  • જોકે, દિલ્હી હાઈકોર્ટની બેન્ચે કેન્દ્રની માંગને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે આ મામલો અનંતકાળ માટે મુલતવી રાખી શકાય નહીં.
  • એનજીઓ આરઆઈટી ફાઉન્ડેશન, ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક વિમેન્સ એસોસિએશનની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
  • 2017 માં, કેન્દ્ર સરકારે એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે પત્ની પર બળાત્કારને ગુનો ગણી શકાય નહીં કારણ કે તેનાથી લગ્નની સંસ્થાને અસર થશે. કેન્દ્રની દલીલ હતી કે આનાથી પતિને પણ હેરાનગતિ થશે.

બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં થઈ હતી સુનાવણી

ઉલ્લેખનીય છે કે બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં મેરિટલ રેપ મામલે સુનાવણી થઈ હતી પરંતુ બે જજ અલગ અલગ અભિપ્રાય ધરાવે છે તેથી કોઈ નક્કર ચુકાદો આવી શક્યો નથી. હવે સુપ્રીમ કોર્ટે નક્કી કરશે કે મેરિટલ રેપ ગુનો ગણાય કે નહીં.