
હવે કર્ણાટકના પ્રખ્યાત પ્રજ્વલ રેવન્ના સેક્સ સ્કેન્ડલમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં પ્રજ્વલના નાના ભાઈ સૂરજ રેવન્ના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી અને હાલ તેની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે ઘણી મહિલાઓએ એચડી રેવન્ના અને તેના મોટા પુત્ર પર યૌન શોષણ અને બ્લેકમેલિંગનો આરોપ લગાવ્યો છે. આ મામલાને લઈને કર્ણાટકના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને રેવન્ના પરિવાર પર નિશાન સાધતા કોંગ્રેસે પણ ભાજપ પર ઘણા પ્રહાર કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રજ્વલ રેવન્નાના નાના ભાઈ સૂરજ વિરુદ્ધ હાસન જિલ્લાના હોલનરસીપુરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે સૂરજ વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૭૭, ૩૪૨, ૫૦૬ અને ૩૪ હેઠળ કેસ નોંયો છે. ફરિયાદીનું કહેવું છે કે ૧૬ જૂને સૂરજે મને તેના ફાર્મહાઉસ પર બોલાવ્યો હતો. પહેલા તેને સારી રીતે વાત કરી અને પછી ધીમે ધીમે સૂરજ તેને સ્પર્શ કરવા લાગ્યો હતો.
પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતનું કહેવું છે કે સૂરજે તેને રૂમમાં બંધ કરી દીધી અને બળજબરીથી સેક્સ કરવાનો પ્રયાસ કર્યો. ઘણી વખત પીડિતે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે અટક્યો નહીં. ફરિયાદીનો આરોપ છે કે સૂરજે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો તે તેની વાત નહીં માને તો તે તેને મારી નાખીશ.
ફરિયાદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ’સૂરજ રેવન્નાએ તેને ૧૬ જૂને તેના ફાર્મ હાઉસ પર બોલાવ્યો હતો. અહીં પહોંચ્યા પછી સૂરજ મને ખોટી રીતે સ્પર્શવા લાગ્યો. મારી ગરદન પર બચકું ભર્યું, મારા હોઠો પર ક્સિ કરી અને આ પછી બળજબરીથી મારા બધા કપડા કાઢી નાખ્યા અને મારી સાથે અકુદરતી સેક્સ કર્યું. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જો કે આ પહેલા સૂરજ રેવન્નાએ બે લોકો વિરુદ્ધ બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી હતી. સૂરજ રેવન્નાએ તેની એફઆઈઆરમાં આરોપ લગાવ્યો હતો કે આ બે લોકો તેને યૌન શોષણના ખોટા આરોપમાં ફસાવવાની ધમકી આપી રહ્યા હતા. તેનાથી બચવા માટે તેઓ ૫ કરોડ રૂપિયાની માંગણી કરી રહ્યા છે.