- છત્તીસગઢના ભિલાઈમાં પોલીસે દરોડા પાડીને સેક્સ રેકેટનો કર્યો પર્દાફાશ
- સ્પા સેન્ટરમાં દરોડો પાડીને પોલીસે દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો
- શહેરના મોટા બિઝનેસમેનથી લઈને ડોક્ટર્સ સામેલ, 8 લોકોની ધરપકડ
સેક્સ રેકેટનાં પર્દાફાશ બાદ બાલાઘાટ, આસામ, નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળથી લાવવામાં આવેલી છોકરીઓને સ્પા સેન્ટરમાંથી મુક્ત કરવામાં આવી છત્તીસગઢના દુર્ગ જિલ્લાના ભિલાઈ શહેરમાં પોલીસે દરોડા પાડીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. વાત જાણે એમ છે કે, શહેરના સૂર્યા મોલમાં આવેલા સ્પા સેન્ટરમાં દરોડો પાડીને પોલીસે સોમવારે રાત્રે દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો. મંગળવારે આ મામલાની માહિતી આપતા પોલીસે કહ્યું કે,આ સ્પા સેન્ટરમાંથી જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં શહેરના મોટા બિઝનેસમેનથી લઈને ડોક્ટર્સ સામેલ છે.
પોલીસે જણાવ્યું કે બાલાઘાટ, આસામ, નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળથી લાવવામાં આવેલી છોકરીઓને આ સ્પા સેન્ટરમાંથી મુક્ત કરવામાં આવી છે. દુર્ગ એસપી અભિષેક પલ્લવે જણાવ્યું કે, આ સ્પા સેન્ટરમાં નિયમિત ગ્રાહકનું આઈડી બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, સ્પા સેન્ટરમાંથી વાઉચર અને રજિસ્ટર જપ્ત કરવામાં આવ્યા છે. આ રજિસ્ટરમાં નિયમિત ગ્રાહક માટે એક ID બનાવવામાં આવ્યું છે. રજિસ્ટરમાં ગ્રાહકોના મોબાઈલ નંબર પણ દાખલ કરવામાં આવે છે.
દરેક ગ્રાહક માટે 40 મિનિટની સમય મર્યાદા
એસપી અભિષેક પલ્લવે જણાવ્યું હતું કે,પસંદગીની છોકરીઓ નિયમિત કેસ્ટરને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. દરેક ગ્રાહક માટે 40 મિનિટની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ માટે અલગ-અલગ પેકેજ પણ બનાવવામાં આવ્યા છે. મસાજની સાથે આખા પેકેજ માટે ગ્રાહક પાસેથી 6 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. નિયમિત ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવી હતી.
સેક્સ રેકેટમાં 8 લોકોની ધરપકડ
પોલીસે સ્પા સેન્ટર પર દરોડો પાડીને 8 લોકોની ધરપકડ કરી છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ સ્પા સેન્ટરમાંથી મુક્ત કરાયેલી યુવતીઓને સખી કેન્દ્ર મોકલી દેવામાં આવી છે. સ્પા સેન્ટરનો સંચાલક મહિલાઓને વધુ પૈસા આપવાની લાલચ આપીને બોલાવતો હતો.