સેક્સનો આનંદ લઈ શક્યો નહીં: ખોટા કેસમાં ફસાયેલો શખ્સ જેલમાંથી બહાર આવતા સરકાર પાસે માગ્યું ૧૦ હજાર કરોડનું વળતર

રતલામ,

મધ્યપ્રદેશના રતલામમાં એક શખ્સને રેપના ખોટા કેસમાં લગભગ બે વર્ષ સુધી જેલમાં પુરી રાખ્યો હતો. ૬૬૬ દિવસ સુધી જેલમાં વિતાવ્યા બાદ બહાર નીકળેલા શખ્સે હવે સરકાર પાસેથી ૧૦૦૦૬ કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. તેમાં વેપારને થયેલા નુક્સાનથી લઈને કોર્ટ કચેરીના ખર્ચ પણ સામેલ છે. ખાસ વાત એ છે કે, કુલ માગેલી રકમમાં ૧૦ હજાર કરોડ રૂપિયા તે એટલા માટે માગી રહ્યો છે કે, આ દરમિયાન ભગવાન તરફથી માણસને આપવામાં આવેલી ભેટ જેમ કે સેક્સથી તે વંચિત રહી ગયો.

૩૫ વર્ષીય કાંતિલાલ ભીલનું કહેવું છે કે, આરોપો અને જેલમાં તેની દુનિયા બદલાઈ ગઈ. તેની પત્ની, બાળકો અને માતાને ખૂબ જ દુ:ખના દિવસો જોવા પડ્યા. તેણે ટાઈમ્સ ઓફ ઈંડિયા સાથે વાત કરતા કહ્યું કે, હું નથી બતાવી શક્તો કે તે દિવસોમાં મેં જેલમાં કેટલુ સહન કર્યું છે. મારો પરિવાર ઈનરવિયર પણ નથી ખરીદી શક્તો. મેં કડકડતી ઠંડી અને ગરમીમાં પણ કપડા વિના રહેવા મજબૂર બન્યો હતો.

કાંતિએ આગળ કહ્યું કે, તે ભગવતીની કૃપાથી બહાર નીકળી ગયો, કેમ કે વકીલે તેનો કેસ ફી લીધા વિના લડ્યો. હવે તે જેલમાં વિતાવેલા દરેક દિવસનો હિસાબ માગી રહ્યો છે. પીડિતે ક્ષતિપૂત અરજીમાં પોલીસ પર ખો઼ટા અને માનહાનિકારક શબ્દોનો આરોપ લગાવ્યો છે. ખોટા આરોપોએ તેનું જીવન બરબાદ કરી દીધું. કાંતિલાલે કહ્યું કે, જેલમાં તેને ચામડીના રોગ અને અન્ય બિમારીઓ પણ થઈ ગઈ. પરિવારમાં તે એકમાત્ર કમાનારો વ્યક્તિ હતો.

કાંતિલાલને વેપારમાં થયેલા નુક્સાન, સાખને પહોંચેલી ઈજા, શારીરિક અને માનલસિક કષ્ટ, પરિવારને થયેલા નુક્સાન માટે ૧-૧ કરોડની મદદ આ ઉપરાંત ૧૦ હજાર કરોડ રૂપિયા સેક્સનો આનંદ નહીં લઈ શકવાના કારણે માગ્યા છે. જેને તે ભગવાન તરફથી મળેલી ભેટ માને છે. કાંતિલાલે જેલમાં રહ્યા દરમિયાન કેસ માટે ખર્ચ થયેલા ૨ લાખ રૂપિયા પણ અલગથી માગ્યા છે.

કાંતિલાલના વકીલ વિજય સિંહ યાદવે કહ્યું કે, જિલ્લા કોર્ટે કેસની સુનાવણી માટે ૧૦ જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે. કાંતિલાલ પર ગેંગરેપનો કેસ હોવાનો આરોપ હતો. ૧૮ જાન્યુઆરી ૨૦૧૮માં એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તે ભાઈના ઘરે જઈ રહી હતી, તો રસ્તામાં કાંતિલાલે લિટ આપવાના બહાને બાઈક પર બેસાડી. તેને જંગલમાં લઈ જઈને ગેંગરેપ કર્યો. પોલીસે તેને પકડીને જેલમાં મોકલી દીધો. પણ કોર્ટે તેને સજામાંથી મુક્ત કર્યો.