સેવાશ્રમ/વૃધ્ધાઆશ્રમ અને રેફરલ હોસ્પિટલ/સામુહિક આરોગ્ય કેન્દ્ર કાકણપુરનીપોલીસ કેડેટની ફિલ્ડ વિઝીટ કરવામાં આવી

ગોધરા,પંચમહાલ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કાંકણપુર પોલીસ સ્ટેશન અને રતનપુર પ્રાથમિક શાળા સ્ટુડન્ટ પોલીસ કેડેટ તા.5/04/2023 ના રોજ સેવાશ્રમ/વૃધ્ધા આશ્રમ રેફરલ હોસ્પિટલ/સામુહિક આરોગ્ય કેન્દ્ર કાકણપુરની એસ.પી.સી.બાળકોએ ફીલ્ડ વિઝીટ કરવામાં આવી આ મુલાકાત દરમિયાન વિવિધ માતાઓ વડીલો સાથે વાતચીત દરમિયાન ખૂબ જ ગંભીર વાતો જેવીકે ઘરમાં કાઢી મુકેલા કોઈ રોડ ઉપર છોડીને જતાં રહેલા ઘરમાં આંતરિક ઝગડો કોઈ પરિવારનું સભ્ય નથી. કોઈ વ્યક્તિ શિક્ષક, આર્મી, બિઝનેસ વગેરે જેવા ફરજ બજાવતા હોય તેમનાં માં-બાપ આશ્રમ રહે છે. વાતચીતમાં ઘણા વડીલો આખમાં આશ્રુ નીકળી ગયા હતા. ઘણી માતાઓ બાળકોને આશીર્વાદ આપ્યા હતા. તેમજ તબીબો દ્વારા દરેક વિભાગમાં થતી કામગીરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેવીકે પ્રથમ કેસ, દવાઓ, મેડિકલ ચેકઅપ, લોહની તપાસ, તાવ, મેલેરીયા, ગર્ભવતી મહિલાઓ, અકસ્માત સારવાર, કૂતરો, સાપ કરવાળ પ્રથમ સારવાર બાદ હોસ્પિટલમાં થતી ડોક્ટર સારવાર સમગ્ર માહિતી આપી હતી. બાળકો સાથે મુલાકાત કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવા અને નિયમિત તાલીમ લેવા માટે અને જીવનમાં બાળકોને આગળ વધવાની પ્રેરણા અને આશીર્વચન આપ્યા. આચાર્ય ભરતભાઈ પટેલ, Cpo વૈશાલીબેન, સુનિતાબેન પોલીસ, સુનિલભાઈ દરજી, ADI અશોકભાઈ, ગોકળભાઈ પરમાર તેમજ કાંકણપુર પોલીસ સ્ટેશન પી આઈ પી. એમ.જુડાલ એ તમામ બાળકોને તેમજ હોસ્પિટલમાં ડોક્ટર, કર્મચારીઓ, સેવા આશ્રમ રહેતા તમામ માતા-પિતાને શુંભકામના સાથે ધન્યવાદ પાઠવ્યા હતા. તેમજ તેમનાં માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.