સેવા સદન ખાતે કલેકટરની અધ્યક્ષતા હેઠળ વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે સમીક્ષા બેઠક યોજાઈ

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત દાહોદ જીલ્લામાં 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે જીલ્લા સેવા સદન ખાતે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

જીલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષાએ વિશ્વ યોગ દિવસની ઉજવણીની સમીક્ષા કરતાં કલેકટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, મોટાભાગના લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ સહભાગી બને. દાહોદના કેન્દ્રમાં આવેલ ઐતિહાસિક છાબ તળાવ ખાતે વિશ્વ યોગ દિવસ યોજાવાનો છે, ઉપરાંત તમામ તાલુકા મુજબ તાલુકા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી માટેની પૂરતી વ્યવસ્થા કરવા માટેની સૂચના સંબંધિત તમામ અધિકારીઓને આપવામાં આવી હતી.

આ બેઠક દરમ્યાન જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, દાહોદ પ્રાંત અધિકારી નિલાંજસા રાજપૂત, મામલતદાર, જીલ્લા અને તાલુકા કક્ષાના તમામ વિભાગના અધિકારી, યોગ શિક્ષકો તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સેવા સદન ખાતે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે સમીક્ષા બેઠક યોજાઈ.