સેવાલિયા, હાલ આંખ આવવાની બિમારીનો રાફડો ફાટ્યો છે. જેને લઈ ગળતેશ્ર્વર તાલુકામાં પણ દિવસેને દિવસે વધતા આંખ્ના કેસમાં વધારો જોવા મળ્યો છે. જેમાં દરરોજ 150થી વધારે કેસ હોવા છતાં સેવાલિયા સીએચસી ખાતે દવાનો પુરતો જથ્થો ન મળતા દર્દીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે.
સેવાલિયા સીએચસી કેન્દ્ર ખાતે ધણા દિવસથી આંખોના ઈન્ફેકશનના કેસમાં બમણો વધારો થઈ રહ્યો છે. સવારથી આ રોગને લઈ દર્દીઓની લાઈનો લાગે છે. જેમાં બાળકો અને વડીલો તમામ આંખના ચેપના ભરડામાં આવી ગયા છે. શરૂઆતમાં આ કેસ 50ની સંખ્યામાં આવતા હતા જે હવે વધીને 100 થી 150ની આસપાસ જોવા મળી રહ્યા છે. ક્ધજકટીવાઈટીસ નામના વાયરસના લીધે આંખો લાલચોળ થવી, આંખો સુજી જવી, આંખોમાં ખંજવાળ આવવા જેવા વાયરસના લક્ષણો છે. જયારે દર્દીઓ આટલી મોટી સંખ્યામાં સરકારી દવાખાને પહોંચે છે ત્યારે કેસ કઢાવી ડોકટર દ્વારા દવાઓ લખવામાં આવે છે. પરંતુ દવાઓ ન હોવાના કારણે સરકારી દવાખાને જઈને પણ બજારમાંથી દવાઓ ખરીદવાનો વારો આવ્યો છે.