સેવાભાવી કાર્યકર ખજુરભાઈએ સગાઈ કરી લીધી

અમદાવાદ,

ગુજરાતના જાણીતા સેવાકાર્યકર નીતિન જાની કે જે ખજૂરભાઇ તરીકે ઓળખાય છે તેઓ સગાઇએ ગોઠવાતાં તેમણે પોતે ઇનસ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરીને માહિતી આપી હતી. તેમના ચાહકો આ નવા કપલને ખુબ શુભેચ્છા પાઠવી છે. ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરતાં અને યૂટ્યુબ પર ફેમસ ચહેરો એવા ગુજરાતનાં ખજૂરભાઇએ મંગેતર સાથેના સગાઇનો ફોટો તેમણે ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. નીતિન જાની ઊર્ફે ખજૂરભાઇ ગુજરાતમાં સેવા કરે છે અને ગુજરાતનાં સોનું સુદ તરીકે પ્રચલિત છે. તેમની સગાઈ બારડોલીના મિનાક્ષી દવે સાથે થઇ છે.

ખજૂરભાઈ એ એક સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચાતો ચહેરો છે, તેઓ ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની ખુબ મદદે કરે છે. સોશિયલ મીડિયાથી પોપ્યુલર બનેલા ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીના સેવાકાર્યોની ચર્ચા દેશ પરદેશમાં થાય છે. ગુજરાતમાં ખજૂરભાઈને ન ઓળખતું હોય એવુ કોઈ નહી હોય. અને એટલે જ તેમને ગુજરાતના સોનુ સૂદ કહેવાય છે. ત્યારે ખજૂરભાઈએ પોતાની સગાઈની તસવીરો શેર કરીને ચાહકોને ખુશ કરી દીધા છે. તેઓએ મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈ કરી લીધી છે. ત્યારે ખજૂરભાઈની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. ખજૂરભાઈ સોશિયલ મીડિયાનો ચર્ચાતો ચહેરો છે, અને ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની મદદે પહોંચે છે.

સ્વભાવિક છે કે આપ સૌને ખજૂરભાઈની મંગેતર કોણ છે એ જાણવામાં રસ હોય. ત્યારે તમને જણાવી દઈએ કે, ખજૂરભાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સગાઈની તસવીર શેર કરી છે. તેઓએ બારડોલી ખાતે નિવાસી મિનાક્ષી દવે સાથે સગાઈ કરી છે, અને વ્યવસાયે તેઓ ગાયિકા હોવાનું જાણવા મળ્યુ છે. મિનાક્ષી દવે સિંગિંગમાં રસ ધરાવે છે. તેમણે તેમના ગાયેલા ૨-૩ કેરેઓકે ટ્રેક પણ પોસ્ટ કર્યાં છે.

ગુજરાતના જાણીતા સેવાકાર્યકર નીતિન જાની કે જે ખજૂરભાઇ તરીકે ઓળખાય છે. આપણે સૌ જાણીએ જ છીએ કે ગુજરાતમાં સેવાકાર્ય માટે જાણીતા છે. તેમણે કોરોનાકાળમાં યૂટ્યુબમાંથી જે પણ આવક મેળવેલી તેનો ઉપયોગ માત્ર લોકોની સેવા માટે કર્યો હતો. એક માહિતી અનુસાર આશરે ૧ કરોડથી પણ વધુ રૂપિયા ખજૂરભાઇ સેવાકાર્ય અર્થે જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગ કર્યો છે.