સેન્સેક્સે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો,પ્રથમવાર ૬૨૦૦૦ની ઉપર બંધ, બેંક નિટીનો ઈતિહાસ

Tradebrains.in
  • ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીમાં તેજી ચાલુ

મુંબઈ,

બેન્કિંગ, આઈટી અને એફએમસીજી સ્ટોક્સમાં શાનદાર ખરીદીની મદદથી બીએસઈ સેન્સેક્સ ઐતિહાસિક રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે. ભારતીય શેર બજારના ઈતિહાસમાં પ્રથમવાર સેન્સેક્સ ૬૨૦૦૦ના આંકડાને પાર કરી ગયો છે. તો આજના સત્રમાં બેન્કિંગ સ્ટોક્સમાં શાનદાર તેજીને કારણે બેંક ટી પણ ઐતિહાસિક રેકોર્ડ હાઈ પર જઈને બંધ થઈ છે. ગુરૂવારનો કારોબાર ખતમ થવા પર મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ૭૬૨ પોઈન્ટની તેજીની સાથે ૬૨૨૭૨ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિટી ૨૧૬ પોઈન્ટના વધારા સાથે ૧૮૪૮૪ પર બંધ થયો છે.

hindustantimes.com

શેર બજારમાં બેન્કિંગ , આઈટી, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, ઇન્ફ્રા જેવા દરેક સેક્ટરના શેરમાં શાનદાર તેજી જોવા મળી હતી. પરંતુ બેક્ધ નિટી રેકોર્ડ હાઈ પર પહોંચી છે. બેન્ક નિટી પ્રથમવાર ૪૩૦૦૦ની પાર પહોંચીને ૪૩૦૭૫ પર બંધ થઈ છે. તો આઈટી શેરમાં શાનદાર તેજીને કારણે નિટી આઈટી ૭૭૩ પોઈન્ટના ઉછાળાની સાથે ૩૦,૧૭૮ પોઈન્ટ પર બંધ થઈ છે.

માત્ર કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. નિટીના ૫૦ શેરમાંથી ૪૩ શેર તેજી સાથે બંધ થયા છે, જ્યારે માત્ર ૭ શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સેન્સેક્સના ૩૦ શેરમાંથી ૨૬ શેર તેજીની સાથે જ્યારે ચાર શેર લાલ નિશાન પર બંધ થયા છે.

બજાર જ્યારે રેકોર્ડ હાઈ પર બંધ થયું તો તેવામાં જે શેરમાં તેજી જોવા મળી તેના પર નજર કરીએ તો ઇન્ફોસિસ ૨.૯૩%, એચસીએલ ટેક ૨.૫૯%, પાવર ગ્રીડ ૨.૫૬%, વિપ્રો ૨.૪૩%, ટેક મહિન્દ્રા ૨.૩૯%, ટીસીએસ ૨.૦૫%, એચડીએફસી ૧.૯૯%, એચયુએલ ૧.૬૯%, એચડીએફસી બેંક ૧.૬૮%, સન ફાર્મા ૧.૫૮% ની તેજી સાથે બંધ થયા છે. સેન્સેક્સના ૩૦ શેરમાંથી માત્ર જે ચાર શેરમાં ઘટાડો થયો તેમાં ટાટા સ્ટીલ ૦.૧૪ ટકા, બજાજ ફિનસર્વ ૦.૧૧ ટકા, બજાજ ફાયનાન્સ ૦.૧૦ ટકા, કોટક મહિન્દ્રા ૦.૦૯ ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીમાં તેજી ચાલુ છે. ગુરુવાર, ૨૪ નવેમ્બરે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાનો ભાવ ૦.૪૦ ટકાની ઝડપે ટ્રેડ થયો છે. તે જ સમયે, વાયદા બજારમાં, આજે ચાંદીનો દર પણ ૧.૦૫ ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો હતો. ગઈ કાલે સોના-ચાંદીના ભાવ વાયદા બજારમાં વધારા સાથે બંધ થયા હતા. ગુરુવારે, વાયદા બજારમાં ૨૪ કેરેટ શુદ્ધતાના સોનાનો ભાવ સવારે ૯:૧૦ વાગ્યા સુધી ૨૧૦ રૂપિયાના વધારા સાથે ૫૨,૬૬૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. સોનાનો ભાવ આજે ૫૨,૫૦૦ રૂપિયા પર ખુલ્યો હતો. ખુલ્યાના થોડા સમય પછી, એકવાર કિંમત ૫૨,૬૮૮ રૂપિયા થઈ ગઈ. બાદમાં કિંમતમાં થોડો ઘટાડો થયો અને તે ૫૨,૬૬૧ રૂપિયા થઈ ગયો. ગઈકાલે એમસીએક્સ પર સોનાનો ભાવ ૦.૩૫ ટકાના વધારા સાથે રૂ.૫૨,૪૭૦ પર બંધ થયો હતો.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે ચાંદીમાં મોટો ઉછાળો આવ્યો છે. આજે ચાંદી રૂ.૬૪૯ વધીને રૂ.૬૨,૨૭૯ પર કારોબાર કરી રહી છે. ચાંદીનો ભાવ ૬૨,૦૯૯ રૂપિયા પર ખુલ્યો હતો. એકવાર કિંમત ૬૨,૪૬૦ રૂપિયા થઈ ગઈ. પરંતુ બાદમાં તે થોડી ઘટીને રૂ. ૬૨,૨૭૯ થઈ હતી. ચાંદીના ભાવ ગઈ કાલે વાયદા બજારમાં ૧.૩૭ ટકાના વધારા સાથે રૂ. ૬૧,૬૪૦ પર બંધ થયા હતા.

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ અલગ-અલગ રીતે આગળ વધી રહ્યા છે. સોનાનો હાજર ભાવ આજે ૦.૧૮ ટકા ઘટીને ઇં૧,૭૩૮.૧૪ પ્રતિ ઔંસ થયો હતો. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત આજે ઉંચી છે. આજે ચાંદી ૦.૭૮ ટકા વધીને ૨૧.૨૫ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.

બુધવારે નવી દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં સામાન્ય ઘટાડા સાથે બંધ થયો હતો. તે જ સમયે, ચાંદીના ભાવ પણ મજબૂત બંધ આપ્યો. દિલ્હીમાં સોનાની હાજર કિંમત ૪૦ રૂપિયા ઘટીને ૫૨, ૭૯૭ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગઈ છે. પાછલા ટ્રેડિંગ દિવસે તે રૂ. ૫૨,૮૩૭ પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયો હતો. ચાંદીનો ભાવ પણ રૂ. ૧૧૦ વધી રૂ. ૬૨,૦૫૬ પ્રતિ કિલો બંધ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં બુધવારે સોનું ઘટીને ઇં૧,૭૪૫ પ્રતિ ઔંસ થયું હતું, જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૨૧.૨૭ પર સ્થિર રહી હતી.