સેંસેક્સમાં ૯૦૦ અંક ઉછળ્યો, તો નિફ્ટી ૨૧ હજારને પાર

મુંબઇ, શેરબજારમાં આજે બંપર તેજી જોવા મળી છે. ટીસીએસ ઈંફોસિસ, એચસીએલ અને એસબીઆઇનાં શેરોમાં નોંધનીય ઊછાળો જોવા મળ્યો છે. શેરબજારમાં આજે ટોપ લૂઝર્સમાં નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી લાઈફ,એસબીઆઇ લાઈફ અને ભારતી એરટેલનાં શેર સમાવિષ્ટ છે.

આ અઠવાડિયાનાં છેલ્લાં ટેડ્રિંગ દિવસે મલ્ટીબેગર શેરોની વાત કરીએ તો કજરિયા સેરેમિક્સ, કેમબાઉન્ડ કેમિકલ્સ, પીએનબી, વોકહાર્ટ લિમટેડ, ઈન્ડિયન ઓયલ, ડીપી વાયર્સ અને બંધન બેંકનાં શેરોમાં તેજી જોવા મળી છે.

બ્રાંડ કોન્સેપ્ટ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, દેવયાની ઈંટરનેશનલ અને યૂની પાર્ટસ્ ઈન્ડિયાનાં શેરોમાં પણ તેજી જોવા મળી હતી જ્યારે સ્ટોવ ક્રાફ્ટ , ઓમ ઈંફ્રા, કામધેનૂ લિમિટેડ, એક્સાઈડ ઈંડસ્ટ્રીઝ, જિયો ફાઈનેંશિયલ અને પટેલ ઈંજીનિયરિંગનાં શેરોમાં ઘટાડો નોંધાયો હતો. શેરબજારમાં ગૌતમ અદાણી ગ્રુપની ૯ લિસ્ટેડ કંપનીઓમાંથી ૫ શેરોમાં તેજી આવી છે જ્યારે અદાણી વિલ્મર, અદાણી ટોટલ ગેસ, એસીસી અને એનડીટીવીનાં શેરોમાં ઘટાડો થયો છે.

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની જોરદાર ખરીદી થઈ રહી છે જેના લીધે બજાર સતત નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યું છે. બુધવારે સાંજે અમેરિકાનાં કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ દ્વારા આવતાં વર્ષે વ્યાજદરોમાં ઘટાડો કરવાની શક્યતાઓ બાદ ગુરુવાર અને શુક્રવાર બંને દિવસે શેરબજારમાં આશરે ૨૦૦૦ અંકોની તેજી જોવા મળી હતી.