
મુંબઇ,આજે ભારતીય શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. ચીનના મજબૂત આર્થિક ડેટાના કારણે ધાતુઓમાં વધારો ઓછો થયો હતો. આ ઉપરાંત મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષ અને યુએસ રેટની ચિંતાએ સેન્ટિમેન્ટમાં ઘટાડો કર્યો હતો.બીએસઇ સેન્સેક્સ બુધવારે ૫૫૧.૦૭ પોઈન્ટ અથવા ૦.૮૩% નીચામાં ૬૫,૮૭૭.૦૨ ના સ્તરે બંધ રહ્યો હતો.બીએસઇ નિફ્ટી ૧૪૦.૪૦ પોઈન્ટ અથવા ૦.૭૧%ના ઘટાડા સાથે ૧૯,૬૭૧.૧૦ પર બંધ થયો.
નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે એટલે કે, બુધવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. મિડલ ઈસ્ટના સંઘર્ષ અને યુએસ રેટની ચિંતાની નેગેટિવ ઈફેક્ટ સ્ટોક માર્કેટ પર જોવા મળી હતી. સેન્સેક્સમાં ૫૫૧ પોઈન્ટનો ઘટાડો થયો છે અને નિફ્ટી ૧૯,૬૮૦ની નીચે બંધ થયો છે. એમએમટીસી ૧૦ ટકા અને બજાજ ફાઈનાન્સના શેરમાં ૩ ટકાનો ઘટાડો થયો હતો. સેક્ટર ઇન્ડેક્સમાં નિફ્ટી ઓટો અને નિફ્ટી ફાર્મામાં વધારો થયો હતો. બુધવારે ભારતીય શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. ચીનના મજબૂત આર્થિક ડેટાના કારણે ધાતુઓમાં વધારો ઓછો થયો હતો. આ ઉપરાંત મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષ અને યુએસ રેટની ચિંતાએ સેન્ટિમેન્ટમાં ઘટાડો કર્યો હતો. બીએસઇ સેન્સેક્સ બુધવારે ૫૫૧.૦૭ પોઈન્ટ અથવા ૦.૮૩% નીચામાં ૬૫,૮૭૭.૦૨ ના સ્તરે બંધ રહ્યો હતો. દ્ગજીઈ નિફ્ટી ૧૪૦.૪૦ પોઈન્ટ અથવા ૦.૭૧%ના ઘટાડા સાથે ૧૯,૬૭૧.૧૦ પર બંધ થયો.
સેક્ટોરલ ઈન્ડેક્સમાં નિફ્ટી ઓટો અને નિફ્ટી ફાર્મામાં ઉછાળો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી મિડકેપ, નિફ્ટી સ્મોલકેપ, નિફ્ટી આઈટી, નિફ્ટી બેન્ક , નિફ્ટી એફએમસીજી, નિફ્ટી ફાઈનાન્સમાં ઘટાડો નોંધાયો હતો. બજાજ ફાઇનાન્સે ૨.૮૫%નો સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો, જ્યારે બજાજ ફિનસર્વ ૨.૦૨%, એક્સિસ બેંક ૧.૪૩% ઘટ્યો હતો. સેન્સેક્સ પેકમાં ટાટા મોટર્સ ૧.૮૫%, સન ફાર્મા ૧.૪૬% અને મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ નજીવો વધારો નોંધાવ્યો.