સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલટાઇમ હાઈ પર, શેરબજારો સતત ૫માં દિવસે તેજી સાથે બંધ

સપ્તાહના ચોથા દિવસે એટલે કે ગુરુવારે પણ ભારતીય શેરબજારો લીલા રંગમાં બંધ થયા છે. આજે સતત ૫મો દિવસ છે જ્યારે શેરબજારો તેજી સાથે બંધ થયા છે. ગુરુવારે, બીએસઇ સેન્સેક્સ ૧૨૬.૨૧ પોઈન્ટ (૦.૧૫ ટકા)ના વધારા સાથે અને એનએસઇ નિફ્ટી ૫૦ પણ ૫૨.૭૦ પોઈન્ટ (૦.૨૧ ટકા)ના વધારા સાથે બંધ રહ્યો હતો. ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોએ પોતપોતાના નવા રેકોર્ડ બનાવ્યા. આજે નિફ્ટી એ પ્રથમ વખત ૨૫,૦૦૦ પોઈન્ટને પાર કર્યો હતો. બીજી તરફ, સેન્સેક્સે પણ ૮૨૧૨૯.૪૯ પોઈન્ટ્સ પર પહોંચીને તેની નવી ઓલ ટાઈમ હાઈ નોંધાવી હતી.

બુધવારે ૮૧,૭૪૧.૩૪ પોઈન્ટ પર બંધ થયેલો સેન્સેક્સ આજે ૮૧,૯૪૯.૬૮ પોઈન્ટના સારા ઉછાળા સાથે ખુલ્યો હતો અને ટ્રેડીંગ દરમિયાન ૮૧,૭૦૦.૨૧ પોઈન્ટની નીચી સપાટીએ ૮૨,૧૨૯.૪૯ પોઈન્ટની સપાટીએ પહોંચ્યો હતો, જે તેની નવી ઓલ ટાઈમ હાઈ બની હતી. એ જ રીતે નિફ્ટી પણ આજે ઉછાળા સાથે ખુલ્યો હતો અને ૨૪,૯૫૬.૪૦ પોઈન્ટની નીચી સપાટીથી ૨૫,૦૭૮.૩૦ પોઈન્ટની સપાટીએ પહોંચ્યો હતો.

જ્યારે બીએસઇ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૫ કંપનીઓના શેર ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે ૧૫ કંપનીઓના શેર ઘટાડા સાથે બંધ થયા હતા. ફાયદા સાથે બંધ થયેલા મુખ્ય શેરોમાં પાવર ગ્રીડ, એનટીપીસી એચડીએફસી બેક્ધ, નેસ્લે ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, મારુતિ સુઝુકી જેવા નામોનો સમાવેશ થાય છે. બીજી તરફ, જે શેરો સૌથી વધુ નુક્સાન સાથે બંધ થયા હતા તેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા મોટર્સ જેવા મોટા નામ સામેલ હતા.

પાવરગ્રીડનો શેર આજે બીએસઇ પર ૩.૩૬ ટકા (રૂ. ૧૨.૬૫)ના ઉછાળા સાથે રૂ. ૩૬૧.૨૫ પર બંધ થયો હતો.પાવરગ્રીડનું વર્તમાન માર્કેટ કેપ રૂ. ૩,૩૫,૯૮૪.૩૧ કરોડ છે. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર ૨.૬૮ ટકા (રૂ. ૭૮.૦૦)ના ઘટાડા સાથે રૂ. ૨૮૨૯.૨૦ પર બંધ થયો હતો.બીએસઇ પાસેથી મળેલી માહિતી અનુસાર, કંપનીનું વર્તમાન માર્કેટ કેપ રૂ. ૩,૫૧,૮૧૯.૧૮ કરોડ છે.