સેન્સેક્સ અને નિફટી કડાકા સાથે બંધ થયા

મુંબઇ,

અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે આજે ભારતીય શેરબજારો ઘટાડા સાથે બંધ થયા. બજારમાં સતત ૭માં દિવસે વેચાવલી જોવા મળી. બજારના આ ઘટાડામાં આઈટી, ઓટો, મેટલ શેરોમાં સૌથી વધુ વેચાવલી રહી. સેન્સેક્સ અને નિફ્ટી બંને તૂટીને બંધ થયા.

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ ૧૭૫.૫૮ પોઈન્ટ ગગડીને ૫૯૨૮૮.૩૫ પોઈન્ટ પર પહોંચ્યો અને નિફ્ટી ૭૩.૧૦ પોઈન્ટ તૂટીને ૧૭૩૯૨.૭૦ પોઈન્ટ પર બંધ થયો. અદાણી ગ્રુપના શેરોમાં તાબડતોડ ઘટાડો આજે પણ જોવા મળ્યો.

શેરબજારોમાં ઘટાડાના કારણ જોઇએ તો યુએસ યુરોપ અને એશિયન બજારોમાં તેજ વેચાવલી,ડોલર ઈન્ડેક્સ ૧૦૫ પાર પહોંચ્યો , હેવીવેટ સ્ટોક્સમાં ઘટાડો, ટીસીએસ આરઆઇએલ તૂટ્યા.

આજે નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં આઈસીઆઈઈસી બેંક, પાવર ગ્રિડ કોર્પોરેશન, કોટક મહિન્દ્રા, એસબીઆઈ, એચડીએફસી લાઈફ ટોપ ફાઈવમાં રહ્યા જ્યારે સેન્સેક્સ ટોપ ફાઈવમાં પાવર ગ્રિડ કોર્પોરેશન, આઈસીઆઈસી બેંક, કોટક મહિન્દ્રા, એસબીઆઈ, એચડીએફસીના શેર જોવા મળ્યા.

ટોપ લૂઝર્સ

નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝ, બજાજ ઓટો, યુપીએલ, ટાટા સ્ટીલ, ઈન્ફોસિસ, જ્યારે સેન્સેક્સમાં ટાટા સ્ટીલ, ઈન્ફોસીસ, ટીસીએસ, ટાટા મોટર્સ, સ્શ્સ્ ના શેરો જોવા મળ્યા.

અદાણીના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી ટોટલમાં સતત ૨૨ દિવસ લોઅર સંકટ જોવા મળી, અદાણી ટ્રાન્સમિશનમાં સતત ૧૩ દિવસ લોઅર સંકટ, અદાણી ગ્રીનમાં સતત ૬ દિવસ લોઅર સંકટ, અદાણી ગ્રીનમાં એક મહિનામાં ૧૮ લોઅર સંકટ જોવા મળી જ્યારે અદાણી વિલમારમાં એક મહિનામાં ૧૧ લોઅર સંકટ જોવા મળી છે.