સેન્સેક્સ ૮૦,૦૦૦ને પાર બંધ, પ્રોફિટ બુકિંગ ઊંચા સ્તરે જોવા મળ્યું

ભારતીય શેરબજાર આજે ગુરુવારે તેજી સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ૦.૦૮ ટકા અથવા ૬૨ પોઇન્ટના વધારા સાથે ૮૦,૦૪૯ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૫ શેર લીલા નિશાન પર અને ૧૫ શેર લાલ નિશાન પર હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે ૦.૦૯ ટકા અથવા ૨૦ પોઇન્ટના વધારા સાથે ૨૪,૩૦૭ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે નિફ્ટી ના ૫૦ શેરોમાંથી ૨૧ શેર લીલા નિશાન પર અને ૨૯ શેર લાલ નિશાન પર હતા.

નિફ્ટી પેક શેરોમાં આજે સૌથી વધુ ઉછાળો એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા મોટર્સ, સન ફાર્મા અને ઈન્ફોસીસમાં નોંધાયો હતો. જ્યારે બેંક, બજાજ ફાઇનાન્સ, વિપ્રો, અદાણી એન્ટરપ્રાઇઝ અને ટેક મહિન્દ્રામાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.

ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો ગુરુવારે નિફ્ટી ફાર્મામાં સૌથી વધુ ૧.૩૯ ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર ૧.૨૫ ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ ૧.૨૮ ટકા, નિફ્ટી રિયલ્ટી ૦.૫૧ ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ૦.૦૭ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેક્ધ ૦.૦૭ ટકા, નિફ્ટી પીએસયુ બેક્ધ ૦.૧૩ ટકા, ફાર્મા નિફ્ટી ૦.૧૩ ટકા સુધર્યા છે. ટકા, નિફ્ટી આઇટી ૧.૧૦ ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સવસિસ ૦.૧૬ ટકા, નિફ્ટી ઓટો ૦.૭૩ ટકા અને નિફ્ટી બેક્ધ ૦.૦૩ ટકા નોંધાયા હતા. આ સિવાય નિફ્ટી ફાઇનાન્શિયલ સવસિસમાં ૦.૧૮ ટકા, નિફ્ટી એફએમસીજીમાં ૦.૨૧ ટકા, નિફ્ટી મીડિયામાં ૦.૪૫ ટકા, નિફ્ટી મેટલમાં ૦.૦૩ ટકા અને નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ૦.૦૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો.