સેન્સેક્સ ૫૦૦ પોઈન્ટ તૂટ્યો, પીએસયુ અને નાના શેરમાં જોરદાર વેચવાલી

મુંબઇ, સોમવારે ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. તે જ સમયે, નાના શેર્સમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ૦.૭૩ ટકા અથવા ૫૨૩ પોઇન્ટના ઘટાડા સાથે ૭૧,૦૭૨ પર બંધ થયો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી ૦.૭૬ ટકા અથવા ૧૬૬ પોઇન્ટ ઘટીને ૨૧,૬૧૬ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે, નિફ્ટી પેકના ૫૦માંથી ૩૪ શેર લાલ નિશાનમાં હતા. જ્યારે ૧૬ શેર લીલા નિશાન પર હતા.

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે નાના શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી ના સ્મોલકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં આજે ૪.૦૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. તે જ સમયે, નિફ્ટી માઇક્રો કેપ ૨૫૦ ૩.૮૮ ટકા ઘટીને બંધ થયો.

નિફ્ટી પેક શેર્સમાં સૌથી મોટો ઘટાડો કોલ ઈન્ડિયામાં ૪.૮૦ ટકા નોંધાયો હતો. આ સિવાય હીરો મોટોકોર્પમાં ૪.૨૭ ટકા,બીપીસીએલમાં ૩.૮૯ ટકા,ઓએનજીસીમાં ૩.૬૬ ટકા અને ટાટા સ્ટીલમાં ૨.૬૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય ડૉ. રેડ્ડી, અપોલો હોસ્પિટલ ડિવિસ લેબ, વિપ્રો અને એચસીએલ ટેકના શેરમાં વધારો નોંધાયો હતો.

ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, મીડિયા અને પીએસયુ બેંકોના શેર સૌથી વધુ ઘટ્યા છે. નિફ્ટી મીડિયા ઈન્ડેક્સ આજે ૪.૪૬ ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ ૪.૪૩ ટકા ઘટીને બંધ થયો હતો. આ પછી નિફ્ટી મેટલ ૨.૪૦ ટકા ઘટીને બંધ રહ્યો હતો. એ જ રીતે, નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં ૨.૬૨ ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ૦.૮૮ ટકા, નિફ્ટી રિયલ્ટીમાં ૨.૯૭ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેક્ધમાં ૧.૬૬ ટકા, નિફ્ટી એફએમસીજીમાં ૧.૦૭ ટકા, નિફ્ટી ૪૧ બેંકમાં ૧.૬૫ ટકા અને બેંકમાં ૧.૬૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ . આ ઉપરાંત નિફ્ટી હેલ્થકેર ઈન્ડેક્સમાં ૦.૫૪ ટકા, નિફ્ટી ફાર્મામાં ૦.૨૮ ટકા અને નિફ્ટી આઈટીએ ૦.૭૯ ટકાનો વધારો નોંધાવ્યો હતો.