સેન્સેક્સ 598 પોઈન્ટ તૂટીને 50846

દેશના વિવિધ રાજયોમાં કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ સહિતમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા ચિંતાજનક વધારા અને મહારાષ્ટ્રમાં રોજ હવે આ આંક ૧૦,૦૦૦ નજીક પહોંચી જતાં તેમ જ વૈશ્વિક મોરચે ગઈકાલે અમેરિકી બજારો પાછળ આજે કડાકો બોલાતાં ભારતીય શેર બજારોમાં પણ તેજીને બ્રેક લાગી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ અને એફઆઈઆઈઝ દ્વારા શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલી અવિરત ખરીદીએ સેન્સેક્સ ૫૧૦૦૦ અને નિફટી ૧૫૦૦૦ની સપાટી પાર કરી ગયા બાદ આજે સાવચેતીમાં ફંડોએ તેજીનો વેપાર હળવો કરતાં આરંભમાં મોટા આંચકા આવ્યા હતા. પરંતુ ફરી ઘટાડે ફંડોએ શેરોમાં શોર્ટ કવરિંગ કરતાં ઈન્ડેક્સ બેઝડ અડધોઅડધ ઘટાડો બજારે પચાવ્યો હતો. જ્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની આજે વ્યાપક લેવાલી જળવાઈ રહી હતી. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે એચડીએફસી ટ્વિન્સ શેરો તેમ જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રોફિટ બુકિંગ પાછળ નરમાઈ જોવાઈ હતી. મેટલ-માઈનીંગ શેરોમાં નફારૂપી વેચવાલી સામે સિમેન્ટ શેરોમાં મોટી તેજી થઈ હતી અને કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પસંદગીની લેવાલી રહી હતી. અલબત છેલ્લા અડધા કલામાં ફરી ફંડોએ ઈન્ડેક્સ બેઝડ હેમરીંગ વધારતાં સેન્સેક્સ ૫૯૮.૫૭પોઈન્ટ તૂટીને ૫૦૮૪૬.૦૮અને નિફટી સ્પોટ ૧૬૪.૮૫ પોઈન્ટ તૂટીને ૧૫૦૮૦.૭૫ રહ્યા હતા.

સેન્સેક્સ આરંભમાં ૯૦૪ પોઈન્ટના કડાકે ૫૦૫૩૯ થઈ પાછો ફરી ૫૧૨૫૬ થઈ અંતે ૫૯૮ તૂટીને ૫૦૮૪૬

ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત નરમાઈએ થઈ હતી. વૈશ્વિક બજારોમાં ધોવાણ પાછળ આજે ફંડોનું ઓફલોડિંગ થયું હતું. સેન્સેક્સ આગલા બંધ ૫૧૪૪૪.૬૫ સામે ૫૦૮૧૨.૧૪ મથાળે ખુલીને આરંભમાં જ એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતમાં પ્રોફિટ બુકિંગ થતાં અને બજાજ ફિનસર્વસ, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે સન ફાર્મા, ભારતી એરટેલ, ઈન્ફોસીસ, ઓએનજીસી, લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ, ટીસીએસ, ટાઈટન કંપની, નેસ્લે ઈન્ડિયા, આઈટીસી, કોટક મહિન્દ્રા બેંકમાં ઓફલોડિંગે સેન્સેક્સ એક તબક્કે ૯૦૪.૭૩ પોઈન્ટ તૂટીને નીચામાં ૫૦૫૩૯.૯૨ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળેથી ફંડોના શોર્ટ કવરિંગે અને અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો.રેડ્ડીઝ લેબોરેટીઝ, મારૂતી સુઝુકી, હિન્દુસ્તાન યુનિલિવર સહિતમાં આકર્ષણે મોટો ઘટાડો પચાવીને ૫૧૨૫૬.૫૫ સુધી પહોંચ્યો હતો. જે ફરી ફંડોની વેચવાલી વધતાં અને ખાસ છેલ્લા અડધા કલાકમાં હેમરીંગ વધતાં અંતે ૫૯૮.૫૭ પોઈન્ટ તૂટીને ૫૦૮૪૬.૦૮ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ અફડાતફડીમાં નીચામાં ૧૪૯૮૦ સુધી ખાબકી ઉપરમાં ૧૫૨૦૨ થઈ અંતે ૧૬૫ પોઈન્ટ ગબડીને ૧૫૦૮૦

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૫૨૪૫.૬૦ સામે૧૫૦૨૬.૭૫ મથાળે ખુલીને આરંભમાં મોટા આંચકામાં એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક સહિતના બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઓફલોડિંગ થતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રોફિટ બુકિંગ સાથે મેટલ-માઈનીંગ શેરોમાં જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા સહિતમાં વેચવાલી થતાં અને લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, બજાજ ઓટો, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી સહિતમાં વેચવાલીએ એક સમયે તૂટીને ૧૪૯૮૦.૨૦ સુધી આવી ગયો હતો. જે ઘટાડો પચાવતો જઈ ઉપરમાં ૧૫૨૦૨.૩૫ સુધી આવી ફરી છેલ્લા અડધા કલાકમાં હેમરીંગે અંતે ૧૬૪.૮૫ પોઈન્ટ તૂટીને ૧૫૦૮૦.૭૫ બંધ રહ્યો હતો.

માર્ચ નિફટી ફયુચર ૧૫૨૯૮ થી તૂટીને ૧૫૧૦૮ : બેંક નિફટી ફયુચર ૩૬૪૯૧ થી તૂટીને ૩૫૮૮૫

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે તેજીને બ્રેક લગાવી ફંડોએ ઓવર બોટ પોઝિશન ફરી હળવી કરવા માંડી હતી. નિફટી માર્ચ ફયુચર ૧૫૨૯૮.૮૫ સામે ૧૫૦૪૭.૯૫ મથાળે ખુલીને નીચામાં ૧૪૯૯૨.૧૦ સુધી પટકાઈ ઉપરમાં ૧૫૨૩૫ સુધી જઈ અંતે ૧૫૧૦૮ રહ્યો હતો. બેંક નિફટી માર્ચ ફયુચર ૩૬૪૯૧.૭૫ સામે ૩૫૭૨૬.૨૫ મથાળે ખુલીને નીચામાં ૩૫૫૩૦ સુધી પટકાઈ ઉપરમાં ૩૬૪૨૧.૨૫ થઈ અંતે ૩૫૮૮૫.૨૦ રહ્યો હતો.

બેંકેક્સ ૫૯૨ પોઈન્ટ તૂટયો : એચડીએફસી રૂ.૩૩, સ્ટેટ બેંક રૂ.૯, એક્સીસ બેંક રૂ.૧૭,

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે આરંભથી જ ફંડોની નફારૂપી વેચવાલીએ બીએસઈ બેકેક્સ ઈન્ડેક્સ ૫૯૨.૦૨ પોઈન્ટ તૂટીને ૪૦૨૩૮.૭૯ બંધ રહ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૨૫ તૂટીને રૂ.૩૯૫.૮૦, એક્સીસ બેંક રૂ.૧૬.૯૦ ઘટીને રૂ.૭૩૬.૭૫, એચડીએફસી બેંક રૂ.૩૩.૨૫ ઘટીને રૂ.૧૫૫૩.૨૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૦.૯૫ ઘટીને રૂ.૬૨૦.૯૦ રહ્યા હતા.

એચડીએફસી લિ., બજાજ ફિનસર્વ, આઈએફસીઆઈ, એલ એન્ડ ટી ફાઈ., એલઆઈસી હાઉસીંગ, મોતીલાલ ઓસ્વાલ ઘટયા

ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોની આજે વ્યાપક નફારૂપી વેચવાલી થતાં બીએસઈ ફાઈનાન્સ ઈન્ડેક્સ ૧૧૫.૭૯ પોઈન્ટ ઘટીને ૭૭૯૧.૭૧ બંધ રહ્યો હતો. આઈએફસીઆઈ ૯૦ પૈસા ઘટીને રૂ.૧૧.૯૨, એચડીએફસી લિમિટેડ રૂ.૬૯.૬૦ ઘટીને રૂ.૨૫૮૩.૨૦, બજાજ ફિનસર્વ રૂ.૨૫૮.૮૫ તૂટીને રૂ.૧૦,૧૨૮, એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગ રૂ.૨.૬૫ ઘટીને રૂ.૧૦૯.૭૦, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૯.૨૫ ઘટીને રૂ.૪૫૫.૧૦, મોતીલાલ ઓસ્વાલ રૂ.૧૧.૪૫ ઘટીને રૂ.૬૧૯.૨૫, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૪.૩૫ ઘટીને રૂ.૨૪૩.૪૦, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ રૂ.૨૫.૩૫ ઘટીને રૂ.૧૪૭૨.૫૦ રહ્યા હતા.

આઈટી શેરોમાં મેજેસ્કો, ડાટામેટિક્સ, કોફોર્જ, પર્સિસ્ટન્ટ, ટેક મહિન્દ્રા ઘટયા : ક્વિક હિલ, ટાટા એલેક્સી, ૬૩ મૂન્સ વધ્યા

આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની આજે નફારૂપી વેચવાલી રહી હતી. મેજેસ્કો રૂ.૫.૫૫ ઘટીને રૂ.૧૦૫.૫૫, ડાટામેટિક્સ ગ્લોબલ રૂ.૩.૩૦ ઘટીને રૂ.૧૧૫.૩૫, એમ્ફેસીસ રૂ.૨૨.૩૦ ઘટીને રૂ.૧૬૭૮, રામકો સિસ્ટમ રૂ.૬.૯૦ ઘટીને રૂ.૫૯૦.૬૦, કોફોર્જ રૂ.૨૮.૩૦ ઘટીને રૂ.૨૬૪૦.૯૦, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૧૩.૬૫ ઘટીને રૂ.૧૬૭૬.૩૫, ટેક મહિન્દ્રા રૂ.૭.૫૫ ઘટીને રૂ.૯૬૮.૨૫, ટીસીએસ રૂ.૧૦.૯૫ ઘટીને રૂ.૩૦૪૭.૭૦ રહ્યા હતા. જ્યારે ક્વિક હિલ ટેકનો રૂ.૧૫.૮૫ વધીને રૂ.૧૭૨.૨૫, ફર્સ્ટશોર્સ સોલ્યુશન રૂ.૬.૩૫ વધીને રૂ.૧૦૮.૦૫, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૨.૫૫ વધીને રૂ.૮૩.૨૦, માસ્ટેક રૂ.૧૨.૦૫ વધીને રૂ.૧૨૪૦.૮૦, ટાટા એલેક્સી રૂ.૧૧૩.૫૫ વધીને રૂ.૨૬૭૭.૫૫, વિપ્રો રૂ.૩.૪૦ વધીને રૂ.૪૩૮.૮૫ રહ્યા હતા.

આઈઓએલ કેમિકલ, લિન્કન ફાર્મા, ઈપ્કા, પિરામલ, ફાઈઝર ઘટયા : શિલ્પા મેડીકેર, નાટકો ફાર્મા, ફોર્ટિસ, શેલબી વધ્યા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. આઈઓએલ કેમિકલ્સ રૂ.૩૬.૩૫ ઘટીને રૂ.૬૩૯.૪૫, લિન્કન ફાર્મા રૂ.૬.૮૫ ઘટીને રૂ.૨૩૩.૩૦, સ્ટ્રાઈડ રૂ.૧૮ ઘટીને રૂ.૮૭૧.૬૦, ઈપ્કા લેબ રૂ.૩૬.૨૫ ઘટીને રૂ.૧૯૨૫, વોખાર્ટ રૂ.૭.૩૫ ઘટીને રૂ.૪૯૯, લુપીન રૂ.૧૨.૭૦ ઘટીને રૂ.૧૦૪૮.૧૫, ફાઈઝર રૂ.૫૫.૨૫ ઘટીને રૂ.૪૫૯૨, ગ્લેનમાર્ક રૂ.૫ ઘટીને રૂ.૪૭૪, જેબી કેમિકલ્સ રૂ.૧૨ ઘટીને રૂ.૧૧૯૦.૪૫, સન ફાર્મા રૂ.૫.૫૦ ઘટીને રૂ.૬૧૮.૬૫ રહ્યા હતા. જયારે શિલ્પા મેડીકેર રૂ.૧૬ વધીને રૂ.૩૮૫, નાટકો ફાર્મા રૂ.૩૩.૩૦ વધીને રૂ.૮૩૬.૮૦, ફોર્ટિસ રૂ.૪.૯૦ વધીને રૂ.૧૭૮.૪૫, શેલબી રૂ.૨.૮૫ વધીને રૂ.૧૧૦.૯૫, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૭૩.૫૦ વધીને રૂ.૪૫૭૪.૩૦ રહ્યા હતા.

મેટલ શેરોમાં ધોવાણે મેટલ ઈન્ડેક્સ ૩૩૬ પોઈન્ટ ઘટયો : જિન્દાલ, જેએસડબલ્યુ, હિન્દાલ્કો, વેદાન્તા, ટાટા સ્ટીલ ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોનું પ્રોફિટ બુકિંગ વધતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૩૬.૨૭ પોઈન્ટ તૂટીને ૧૪૨૧૨.૬૫ બંધ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલ રૂ.૧૨.૭૫ ઘટીને રૂ.૩૩૬.૫૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૩.૮૦ ઘટીને રૂ.૪૧૪.૧૫, હિન્દાલ્કો રૂ.૯.૬૫ ઘટીને રૂ.૩૪૯.૭૦, વેદાન્તા રૂ.૫.૮૫ ઘટીને રૂ.૨૧૩.૩૦, સેઈલ રૂ.૨ ઘટીને રૂ.૭૬.૪૫, કોલ ઈન્ડિયા રૂ.૨.૭૫ ઘટીને રૂ.૧૫૨.૧૦ રહ્યા હતા. જ્યારે હિન્દુસ્તાન ઝિંક રૂ.૭.૬૦ વધીને રૂ.૩૨૬.૩૦, એનએમડીસી રૂ.૧૩૭.૫૦ રહ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ નરમાઈ સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી : ૧૫૯૩ શેરો પોઝિટીવ બંધ : ૩૨૭ શેરોમાં તેજીની સર્કિટ

સેન્સેક્સ, નિફટી બેઝડ આજે નરમાઈ સામે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે વ્યાપક લેવાલી રહેતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૮૪ અને વધનારની સંખ્યા ૧૫૯૩ રહી હતી. ૩૨૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

FPI/FIIની કેશમાં રૂ.૨૨૩ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની કેશમાં રૂ.૭૮૮ કરોડની ચોખ્ખી વેચવાલી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૨૨૩.૧૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૧,૭૩૩.૯૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૯૫૭.૦૯ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૭૮૮.૧૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૪૩૪૨.૯૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૧૩૧.૦૯ કરોડની વેચવાલી થઈ હતી.

વૈશ્વિક બજારોમાં નાસ્દાક પાછળ નરમાઈ : નિક્કી ૬૨૮ પોઈન્ટ, હેંગસેંગ ૬૪૪ પોઈન્ટ, સીએસઆઈ ૧૭૧ પોઈન્ટ તૂટયા

વૈશ્વિક બજારોમાં ગઈકાલે અમેરિકી શેર બજારોમાં નાસ્દાક ઈન્ડેક્સ ૩૬૧ પોઈન્ટ તૂટયા સાથે આજે એશીયાના બજારોમાં ધોવાણ થયું હતું. જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૬૨૮.૯૯ પોઈન્ટ તૂટીને ૨૮૯૩૦.૧૧, હોંગકોંગનો હેંગસેગ ૬૪૩.૬૩ પોઈન્ટ તૂટીને ૨૯૨૩૬.૭૯ અને સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૧૭૧.૫૦ પોઈન્ટ તૂટીને ૫૨૮૦.૭૧ રહ્યા હતા. યુરોપના દેશોના બજારોમાં સાંજે ચાલુ બજારે નરમાઈમાં લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૭૮ પોઈન્ટનો ઘટાડો, જર્મનીનો ડેક્ષ ૧૦૨ પોઈન્ટનો ઘટાડો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૨૮ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫૦ હજાર કરોડ ઘટીને રૂ.૨૦૯.૭૨ લાખ કરોડ થયું

શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ ફંડોની વેચવાલી વચ્ચે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની સંપતિ આજે એક દિવસમાં રૂ.૨૧૦.૨૨ લાખ કરોડથી રૂ.૫૦ હજાર કરોડ ઘટીને રૂ.૨૦૯.૭૨ લાખ કરોડ રહી ગઈ હતી.