આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. સેન્સેક્સ 629 અંક વધીને 38697 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 169 અંક વધીને 11416 પર બંધ રહ્યો હતો. આજના કારોબારમાં નિફ્ટીએ 11,428.60 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 38,738.89 સુધી પહોંચ્યો હતો.
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.73 ટકા વધીને 14,813.25 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.69 ટકાની મજબૂતીની સાથે 14,970.44 પર બંધ થયા છે.
સ્મૉલકેપ શેરોમાં હિંમતસિંગકા, ઈલેક્ટ્રોસ્ટીલ, કેસોરામ, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ અને ઈન્ડો કાઉન્ટ 19.96-9.99 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં તેનલા સોલ્યુશંસ, પ્રિકોલ, રેપકો હોમ, રિલાયન્સ ઈન્ફ્રા અને જીએમએમ પફડલર 5-3.99 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.
મિડકેપ શેરોમાં શ્રીરામ ટ્રાન્સફર, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, અદાણી એન્ટરપ્રાઈઝ, આરબીએલ બેન્ક અને ફેડરલ બેન્ક 6.38-3.71 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં મોતિલાલ ઓસવાલ, એફફેસિસ, કંટેનર કૉર્પ, અપોલો હોસ્પિટલ અને કંસાઈ નેરોલેક 3.36-2.29 ટકા સુધી ઘટીને બંધ થયા છે.
સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, ICICI બેન્ક, ટેક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. ઈન્ડ્સઈન્ડ બેન્ક 12.41 ટકા વધીને 592.10 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 5.09 ટકા વધીને 3444.05 પર બંધ રહ્યો હતો. જોકે ITC, NTPC, રિલાયન્સ, ટાઈટન કંપની, ONGC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ITC 0.52 ટકા ઘટીને 170.85 પર બંધ રહ્યો હતો. NTPC 0.47 ટકા ઘટીને 84.80 પર બંધ રહ્યો હતો.