સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ પર બંધ, આ શેરોમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો

ભારતીય શેરબજાર મંગળવારે તેજી સાથે બંધ થયું હતું. નિફ્ટી અને સેન્સેક્સ બંને રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ૦.૪૦ ટકા અથવા ૩૦૮ પોઇન્ટના વધારા સાથે ૭૭,૩૦૧ પર બંધ રહ્યો હતો. બજાર બંધ સમયે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૨ શેર લીલા નિશાન પર અને ૮ શેર લાલ નિશાન પર હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે ૦.૩૯ ટકા અથવા ૯૨.૩૦ પોઇન્ટના વધારા સાથે ૨૩,૫૫૭ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે નિફ્ટી ના ૫૦ શેરોમાંથી ૩૪ શેર લીલા નિશાન પર અને ૧૬ શેર લાલ નિશાન પર હતા.

નિફ્ટી પેક શેર્સમાં મંગળવારે શ્રીરામ ફાઇનાન્સમાં ૩.૨૨ ટકા, પાવર ગ્રીડમાં ૩.૧૩ ટકા, વિપ્રોમાં ૨.૯૪ ટકા,આઇસીઆઇસીઆઇ બેક્ધમાં ૧.૮૨ ટકા અને ટાઇટનમાં ૧.૫૮ ટકાનો સૌથી મોટો વધારો નોંધાયો હતો. તે જ સમયે, મારુતિમાં ૨.૧૪ ટકા, ડૉ. રેડ્ડીમાં ૧.૬૦ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૧.૦૯ ટકા, ટાટા સ્ટીલમાં ૧.૦૪ ટકા અને હિન્દાલ્કોમાં ૦.૮૨ ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.

સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો મંગળવારે સૌથી વધુ ઉછાળો નિફ્ટી રિયલ્ટીમાં જોવા મળ્યો હતો. તેમાં આજે ૧.૮૮ ટકાનો વધારો નોંધાયો છે. આ સિવાય નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ૧.૫૯ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેક્ધમાં ૧.૧૦ ટકા, નિફ્ટી પીએસયુ બેક્ધમાં ૦.૨૫ ટકા, નિફ્ટી ફાઇનાન્સિયલ સવસિસમાં ૦.૭૭ ટકા અને નિફ્ટી બેક્ધમાં ૦.૮૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત નિફ્ટી ઓટોમાં ૦.૦૩ ટકા, નિફ્ટી એફએમસીજીમાં ૦.૧૦ ટકા, નિફ્ટી મીડિયામાં ૦.૬૪ ટકા, નિફ્ટી મેટલમાં ૦.૨૨ ટકા, નિફ્ટી ફાર્મામાં ૦.૩૫ ટકા, નિફ્ટી હેલ્થકેર ઈન્ડેક્સમાં ૦.૫૦ ટકા, નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં ૦.૦૫ ટકા મિડસ્મોલ હેલ્થકેરમાં ૦.૭૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો.